દેશ અને દુનિયા જે મહામારીઓ શિકાર છે એ છે કોરોના વાયરસ અને તેનાથી બચવા માટે આપણને માસ્કના ઉપયોગ કરવામાં જાણાવવામાં છે,પણ શું તમે જાણો છે કે માસ્ક પર કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવત રહે છે.
કોરોના વાયરસના કિટાણુથી બચવા માટે ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે, તેમાં અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. જ્યારે સ્ટીલ અને પ્લાસ્ટિકમાં જો અનેક દિવસો સુધી કોરોનો જીવત રહી સંક્રમણ ફેલાવી શકે છે.
વારંવાર હાથ ધોવાથી મરી જાય છે કોરોના
એક સંશોધનમાં આ વાત સામે આવી છે. હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે. તથા ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગની પરત પર અઠવાડીયા સુધી જીવતો રહે છે.
બીજી કઈ વસ્તુઓ છે ખતરનાક
સંશોધન કર્તાઓએ આ તપાસવાની કોશિશ કરી છે કે, આ વાયરસ સામાન્ય તાપ પર અલગ અલગ પરતમાં કેટલી વાર સુધી જીવતો રહી શકે છે. તેમણે સંશોધનમાં જણાવ્યું છે કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, જ્યારે લાકડા અને કપડા પર આખો દિવસ સુધી જીવતો રહે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી સાત દિવસ સુધી જીવતો રહે છે.