કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે,ત્યારે આ સમયમાં આપણે આપણા શરીરનો ખાસ ખ્યાલ રાખવો પડતો હોય છે.કોરોના વાયરસથી રેસ્પિરેટરી સિસ્ટમને પોલી કરી તમને મોતની પથારી સુધી લઈ જાય છે, પણ શુ આ જીવલેણ વાયરસની અસર આપણા શ્વાસ તંત્ર ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પડે છે. શું શરીરના બાકીના ભાગમાં કોઈ કનેક્શન છે? ધ લૈન્સટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં એવા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.
આ રિપોર્ટમાં રિસર્ચરોએ દાવો કર્યો છે કે કોરોના બ્લડ સેલ્સના પડ પર હુમલો કરી શરીરના મુખ્ય અંગેને ખરાબ કરી નાંખે છે. જ્યૂરિક યૂનિવર્સિટી હોસ્પિટલના સંશોધન કર્તા ફ્રેંક રુચિત્જકાનું કહેવું છે કે કોરોના ફેંફડા ઉપરાંત શરીરના દરેક ભાગમાં રક્ત વાહિકાઓ માર્ફતે અટેક કરે છે.
શરીરમાં રહેલો વાયરસ નિમોનિયા કરતા વધારે ખતરનાક છે. આ બ્લડ સેલ્સ માટે કવચનું કામ કરે છે . એન્ડોથિલિયમ લેયરની અંદર દાખલ થઈ શકે છે જે રોગપ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે. એ બાદ દરેક ભાગમાં બ્લડનો ફ્લો ધીમો થઈ જાય છે. હૃદય, કિડની અને ઈન્ટેસટાઈન જેવા શરીરના કેટલાય ખાસ ભાગમાં સમસ્યા વધી જાય છે.