કોરોના વાયરસ વિરૂદ્ધ વિક્સિત રોગ પ્રતિરોધક ક્ષમતા છ મહિના સુધી જ ટકે છે. આ પછી શરીરમાં એન્ટીબોડીના સ્તરે ઘટાડો થવાના કારણે સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે. એમ્સટર્ડમ યૂનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ કંઇક આવું જ જણાવે છે.
શોધકર્તાઓએ સતત 35 વર્ષ સુધી દસ પુરૂષોમાં સર્દી-ખાંસી માટે જવાબદાર કોરોના વાયરસની ચાર જાત પર તેની અસર વિશે જાણકારી મેળવી. તેમણે જાણ્યુ કે, કોરોના વાયરસની પ્રત્યેક જાત વિરૂદ્ધ લડવામાં શક્તિ ખુબ જ ઓછો સમય માટે પેદા થાય છે.
છ મહિના બાદ તેમા કોરોનાને માત આપનારી એંટિબોડીનું સ્તર ખુબ જ જડપી ઘટવા લાગે છે. 12 મહિના વિતતા વિતતા તેઓ ફરીથી સંક્રમિત થઇ જાય છે. જોકે, કોવિડ -19 ચેપ માટે જવાબદાર સાર્સ-કોવ-2 વાયરસને પણ અભ્યાસના પરિણામો લાગુ પડે છે કે કેમ તે જાણવા માટે વિગતવાર સંશોધનની જરૂર છે.