કોરોના વાયરસની વધતા કહેર વચ્ચે કોરોનાની રસીની શોધ માટેના પ્રયાસો પણ દિવસે દિવસે વધી છે,કોરોના વાઈરસ વિરૂદ્ધ આર્યુવેદિક જડી-બુટી અશ્વગંધા ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આઈઆઈટી દિલ્હી અને જાપાનના એક પ્રોદ્યોગિકી સંસ્થાનના રિસર્ચમાં એ જણાવવામાં આવ્યુ છે.
રિસર્ચ અનુસાર કોવિડ-19 સંક્રમણને રોકવા અને ઉપચારમાં આ ઔષધિ ઘણી પ્રભાવી થઈ શકે છે. રિચર્સ ટીમના અનુસાર અશ્વગંધા અને પ્રોપોલીસના પ્રાકૃતિક યૌગિકમાં કોરોના વાઈરસને રોકનારી દવા બનાવવાની ક્ષમતા છે.
પ્રોપોલીસ, મધમાખીની અંદર મોમી ગુંદ હોય છે. આઈઆઈટી દિલ્હીના જૈવ ઓદ્યોગિકી વિભાગના પ્રમુખે કહ્યુ, અધ્યયન ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોએ રિસર્ચ દરમિયાન સાર્સ-કોવી-2 એન્ઝાઈમને નિશાન બનાવ્યુ.
તેમણે કહ્યુ કે રિસર્ચના પરિણામો ના માત્ર કોરોના વાઈરસને રોકનારી દવાઓના પરીક્ષણ માટે જરૂરી સમય અને કિંમતને બચાવી શકે છે પરંતુ કોવિડ-19 મહામારીની વ્યવસ્થામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
તેમનુ કહેવુ છે કે દવાઓ બનાવવામાં કેટલાક સમય લાગી શકે છે. આ રિસર્ચ આઈઆઈટી દિલ્હીની સાથે જાપાનના નેશનલ ઈન્સિટ્યુટ ઑફ એડવાન્સ ઈન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ કર્યુ છે.
રિપોર્ટસ અનુસાર સરકારે પણ આ વિશે એક અધ્યયન શરૂ કર્યુ છે કે શુ અશ્વગંધા કોરોના વાઈરસને રોકનારી દવા બની શકે છે. સરકાર તરફથી એ પણ જોવા મળી શકે છે કે આ સંભવિત દવા તરીકે મેલેરિયાને રોકનારી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો વિકલ્પ બની શકે છે.