દવા બનાવનારી કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ-19ની સારવારમાં કામ આવનારી પોતાની એંટીવાયરલ દવા ફેવિપિરાવિરની કિંમત્ત 27 ટકા ઘટાડી 75 રૂપિયા પ્રતિ ગોળી કરી દીધી છે. કંપનીની આ દવા ‘ફેબિફ્લૂ’ બ્રાન્ડ નામથી બજારમાં ઉતારવામાં આવી હતી. કંપનીએ એક નિવેદન જારી કરતા કહ્યું કેસ તેમણે પોતાની દવા ‘ફેબિફ્લૂ’ની કિંમત્તમાં 27 ટકાનો ઘટાડો કર્યો છે. ‘ફેબિફ્લૂ’ ને ગત મહિને બજારમાં ઉતારવામાં આવી હતી. ત્યારે એક ગોળીની કિંમત્ત 103 રૂપિયા રાખવામાં આવી હતી.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પ્રમુખ (ભારત વ્યવસાય) આલોક માલિકે કહ્યું,”અમારૂ આંતરિક વિશ્લેષણ બતાવે છે કે અમારી આ દવાને જ્યાં-જ્યાં અનુમતિ મળી છે તે દેશો કરતા ભારતમાં તેને ઓછામાં ઓછી કિંમત્તે વેચવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ દવા બનાવવામાં ઉપયોગમાં આવતો કાચો માલ (એપીઆઇ) અને યૌગિક બંન્નેનું વિનિર્માણ કંપનીના ભારતીય સંયંત્રમાં થવાનું છે. આથી કંપનીની ખર્ચમાં લાભ થયો છે. જેને હવે દેશના લોકોને પહોંચાડવાની યોજના છે. અમને આશા છે કે, તેની કિંમત્તમાં વધુ ઘટાડો કરવાથી બીમાર લોકો સુધી તે વધુ પહોંચી શક્શે.”
ગ્લેમાર્કે 20 જૂને તેની દવા ‘ફેબિફ્લૂ’ માટે ભારતના દવા નિયામકથી તેના વિનિર્માણ અને વિતરણની મંજૂરી મળવાની ઘોષણા કરી હતી. આ સાથે જ આ હલ્કા અને ખુબ જ હલ્કા કોવિડ-19 સંક્રમિત દર્દીઓ માટે પ્રથમ મંજૂરી પ્રાપ્ત કરવાન દવા બની ગઇ જેને બજારમાં વેચવાની અનુમતિ મળી ગઇ.
કંપનીએ કહ્યું કે, તેમના ભારતમાં મામૂલી અને હલ્કા સંક્રમણવાળા કોવિડ-19 દર્દીઓ માટે તૈયાર દવાના ત્રીજા ચરણના ક્લિનિકલ પરિક્ષણને ફણ પૂર્ણ કરી લેવામા આવ્યું છે. પરિક્ષણના પરિણામ ખુબ જ જલ્દી ઉપલબ્ધ થશે.