વેક્સિન બનાવનારી મોટી કંપની સીરમ ઈસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આગામી બેથી ત્રણ સપ્તાહમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની બનાવેલી કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદન કરવાની યોજના છે. અને તેમના આશા છે કે જો આ માણસો ઉપર વેક્સિનું પરીક્ષણ સફળ રહેશે તો ઓક્ટોબર સુધીમાં બજારમાં ઉપલબ્ધ થશે.પૂણે સ્થિત કંપનીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સાથે આ અંગેનું ઉત્પાદન કરવા માટે દુનિયાના સાતમાંથી એક ઈન્સ્ટીટ્યૂટ તરીકે ભાગીદારી કરી છે.
સીરમ ઈસ્ટીટ્યૂટ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું કે ‘અમારી ટીમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડો હિલ સાથે કામ કરી રહી છે. અમને આશા છે કે અમે બેથી ત્રણ સપ્તાહમાં વેક્સિનનું પ્રોડક્શન શરુ કરી દઈશું. આગામી છ મહિના સુધી પ્રતિ મહિને 50 લાખ ડોઝનું ઉત્પાદન કરી શકશે. ત્યારબાદ આનું ઉત્પાદન 1 કરોડ ડોઝ પ્રતિ મહિને વધારવાની આશા છે.’તેમણે વધુમાં જણાવ્યું હતું કે SIIએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સાથે એક મલેરિયા વેક્સિન પ્રોજેક્ટ ઉપર પણ ભાગીદારી કરી હતી.
SIIના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું હતું કે, SII સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ક્લિનિકલ ટ્રાયલ્સની સફળતાની આશા રાખીને વેક્સિન બનાવવાનો નિર્ણય કરશે.
તેમણે વધુમાં જમાવ્યું હતું કે, કંપની જરૂરી નિયામક સ્વીકૃતિયોની સાથે ભારતમાં વેક્સીન ટ્રાયલ્સની શરુઆત કરવાનું વિચારી રહી છે. આ મામલો વિચારાધીન છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની પૂણે યુનિટમાં જ વેક્સિનનું નિર્માણ કરશે. કારણ કે માત્ર કોવિડ-19 વેક્સિન બનાવવા માટે એક અલગ કેન્દ્ર બનાવવા માટે 2થી 3 વર્ષનો સમય લાગી શકે છે.