કોરોના વાયરસના વધતા કહેર અત્યારે ઈન્શ્યોરન્સ પોલિસીનો પણ ઉપયોગ પણ વધ્યો છે, અને લોકો તેને લઇને સજાગ પણ થયા છે.ત્યારે કોવિડ-19ના સતત વધી રહેલા કેસો વચ્ચે ‘કોરોના કવચ’ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને લગભગ તમામ વીમા કંપનીઓ દ્વારા લોન્ચ થયાના અમુક દિવસોમાં જ સારો પ્રતિસાદ મળ્યો છે.
10 જુલાઈના રોજ કોરોના કવચ પોલિસી લોન્ચ કરવામાં આવી હતી. આ એક સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી છે. જે કોરોના વાયરસની સારવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. પોલિસીની મુદત સાડા ત્રણ મહિનાથી સાડા નવ મહિના સુધીની હોય છે, જેમાં મહત્તમ વીમા રકમ રૂ. 5 લાખ છે.
ત્યારે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને કોવિડ -19 પોઝિટિવ દર્દીઓના તબીબી ખર્ચને આવરી લેવા માટે કોરોના કવચ પોલિસી શરૂ કરવા માટે લીલી ઝંડી આપી હતી.
કોરોના કવચ પોલિસી પ્રત્યેનો દેશભરમાંથી સારો રિસ્પોન્સ આવી રહ્યો છે, આ પોલિસી દેશમાં હાલ કોરોનીની સ્થિતિ જેવી જ વલણ અપનાવી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને દિલ્હી એનસીઆરના સૌથી વધુ લોકો આ નવા પ્લાનમાં રસ દાખવી રહ્યા છે.