ચીનથી શરુ થયેલા આ વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે….આ વાયરસનો ફેલાવો શરુ થતાં જ વિદેશમાં વસતા ભારતીયો ધીમે ધીમે વતન પરત ફરી રહ્યા હતા…ત્યારે છેલ્લા બે મહિનામાં વિદેશથી આવેલા લોકોમાં કોવિડ-19ની તપાસમાં મોટી બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં 15 લાખ યાત્રી વિદેશથી ભારત આવ્યા, જોકે આ તમામની કોવિડ19ની તપાસ કરવામાં આવી નથી. કોવિડ 19ની તપાસ થયેલ લોકોના રીપોર્ટ અને કુલ યાત્રીકોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.કોરોના વાયરસના સંક્રમણને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓ વચ્ચે કેબિનેત સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિદેશથી ભારત પાછા ફરેલા મુસાફરોની દેખરેખ રાખવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને કહ્યું છે કે, 18 જાન્યુઆરી થી 23 માર્ચ વચ્ચે 15 લાખથી વધારે મુસાફરો વિદેશમાંથી ભારત આવ્યા છે, પરંતુ તેમની દેખખેરમાં અંતર છે. જે આપણી કોરોના વાયરસ સામેની લડાઈને અસર પહોંચાડી શકે છે.