કોરોના વાઈરસની અસર સ્વાસ્થ્યની સાથે સાથે હવે ભણતર પર પણ થઈ રહી છે. ઈટલીએ પણ દેશભરની શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. ફ્રાન્સે 120 શાળાઓ બંધ કરી છે. યૂનેસ્કોના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં 30 કરોડ બાળકો સંક્રમણના ભયના કારણે શાળામાં જઈ શકતા નથી. જેના પ્રમાણે 14 દેશોએ શાળા પુરી રીતે બંધ કરી દીધી છે. સાથે જ 9 દેશોએ જરૂરિયાત પ્રમાણે રજા જાહેર કરી દીધી છે.
ચીનની સરખમાણીએ દુનિયાના બાકીના દેશોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બુધવારે ચીનમાં 120 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં જાન્યુઆરીમાં સંક્રમણ ફેલાયા બાદ આ સૌથી ઓછો આંકડો છે. જાન્યુઆરી મધ્યમાં આટલા જ લોકો સંક્રમિત હતા. તો બીજી બાજુ દુનિયાભરમાં બુધવારે 2103 લોકોના મોત થયા છે. ઈટસી અને ઈરાન સૌથી વધારે પ્રભાવિત થયા છે.
ભારતીય મૂળના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને રોયલ સોસાયટી લંડનના શોધકર્તા ગગનદીપ કાંગે કહ્યું કે, ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તંત્રએ એવા વિસ્તારોની માહિતી આપવી જોઈએ, જ્યાં સંક્રમણ ફેલાયું હોય. કોરોનાવાઈરસના સંક્રમણથી ઠીક થયા બાદ પણ લોકો ફરીથી બિમાર થઈ રહ્યા છે. વુહાનના ડોક્ટરોનું માનવું છે કે ઘણા દર્દીઓને ફરી દાખલ કરવા પડી રહ્યા છે. આ લોકોમાં વાઈરસના લક્ષણો ફરી જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, વાઈરસના એસ ટાઈપના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એસ ટાઈપનો કોરોનાવાઈરસ એલ ટાઈપમાંથી જ પેદા થયો છે.
યેરુશલમમાં આવેલા બૈથલહમના ચર્ચને બંધ કરી દેવાયું છે. ઈરાનમાં પણ એક મહિના માટે શાળા, કોલેજ, બંધ રહેશે.. ભારતમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડન 7 માર્ચથી બંધ થઈ જશે..વર્લ્ડ બેન્કે 84 હજાર કરોડની મદદની જાહેરાત કરી છે..