કોરોના વાયરસના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે,ચીનના સૌથી મોટા કોરોના વાયરસ એક્સપર્ટે દાવો કર્યો છે કે આવનારા 4 અઠવાડિયામાં દુનિયા બદલાઈ જશે. એટલે કે સ્થિતિ પહેલા જેવી થઈ જશે. કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થશે. સાથે સાથે તેણે ભવિષ્યવાણી કરી છે કે ચીનમાં હવે કોરોનાનો બીજો અટેક નહીં થાય. આ ભવિષ્યવાણી ડૉ. ઝોંગ નૈનશેને કરી છે. ડૉ. ઝોન્ગ કોરોના વાયરસને લઈને ચીન સરકાર દ્વારા કામ કરી રહેલી મુખ્ય ટીમના પ્રમુખ છે.
ચીનમાં કોરોના વાયરસનો બીજો અટેક નહીં થાય. કેમ કે અમે મોનિટરિંગ સિસ્ટમને બહું મજબૂત કરી છે. ડૉ. ઝોન્ગ શેનઝેન ટેલિવિઝન સ્ટેશન પર એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂને ડેલી મેઈલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ડૉ. ઝોન્ગ નૈનશેને કહ્યું હતું કે કોરોના વાયરસ સામે લડવા માટે 2 રીત છે. પહેલું કે તેના સંક્રમણના દરને સૌથી નીચેના સ્તર પર લઈ જાવ. પછી તેને ફેલાતા અટકાવો. જેનાથી આપણને વૈક્સીન બનાવવાનો સમય મળશે અને આપણે આ બિમારીનો નાશ કરી શકાય.
ડૉ. ઝોન્ગ નૈનશેનુ કહેવું છે કે બીજી રીત એ છે કે સંક્રમણની ગતિ ધીમી કરવામાં આવે અને દર્દીઓની સંખ્યા અલગ અલગ રીતે ઓછી કરવામાં આવે. ઘણા દેશોમાં કોરોનાને લઈને કડક પગલા ભરવામાં આવ્યા છે. ત્યારે મને આશા છે કે આવનારા 4 અઠવાડિયામાં નવા કેસ આવવાના લગભગ બંધ થઈ જશે.
ડૉ. ઝોન્ગે જણાવ્યું કે દુનિયામાં જે વાત ફેલાઈ રહી છે કે ચીનની પાસે લાખો સાઈલેન્ટ કોરોના કૈરિયર્સ છે એ ખોટી છે. અમે તમામ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી ચુક્યા છીએ. જેમાં કોરોનાના સંક્રમણ છે. પરંતુ લક્ષણ નથી દેખાતા. જેને એસિમ્પ્ટોમૈટિક કેસ કહેવાય છે.
એસિમ્પ્ટોમૈટિક કેસથી સંક્રમણ વધારનો ખતરો ચીનમાં વધારે નથી. કેમ કે અત્યાર સુધીમાં કોઈ પ્રમાણ નથી મળ્યું. ડૉ. ઝોન્ગે કહ્યું કે જે દર્દી આ બિમારીમાંથી બહાર આવ્યા છે. તે ફરીથી બિમાર થશે તેવી શક્યતા બહું ઓછી છે. જો આવા કેસ સામે આવે પણ છે તો તેના સંક્રમણના વધવાની શક્યતા બહું ઓછી હોય છે. કેમ કે તેના બોડીમાં પહેલાથી જ એન્ટીબોડીઝ હોય છે. જે વાયરસ સાથે લડે છે.