અથાણાનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક અથાણાની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચણા મેથીનું અથાણું. જેને તમે રોટલી, ખીચડી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો.
સામગ્રી
⦁ મેથીના દાણા -250 ગ્રામ
⦁ દેશી ચણા – 250 ગ્રામ
⦁ કેરીનું છીણ 250 ગ્રામ
⦁ અથાણાનો મસાલો – 500 ગ્રામ
⦁ સિંગતેલ -250 ગ્રામ
બનાવવાની રીત
સૌ પ્રથમ મેથી, ચણાને પાણીમાં 4 કલાક પલાળી લો. ત્યારબાદ તેમાંથી પાણી નીતારી કપડાં પર પાથરી દો અને સુકવવા મૂકો. હવે કેરીની છીણમાં અથાણાનો મસાલો તે બાદ તેમાં મેથી અને ચણા પણ મિક્સ કરી લો અને તેને એક બરણીમાં ભરી લો.
ત્યાર પછી બીજા દિવસે તેલને ગરમ કરી સહેજ ઠંડુ થાય એટલે તેમાં નાખી બરાબર હલાવી લેવું. તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ચણાનું અથાણું. આ અથાણામાં કેરીની છીણ ઉમેરવાથી તેની ખટાશના કારણે મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે.