ચોમાસાની સિઝનમાં તાવ અને ફ્લૂના કેસ વધુ જોવા મળે છે, જોકે કોરોના વાઇરસની મહામારી વચ્ચે આ બિમારી ખૂબ જ ડરાવનારી છે. આવા સંજોગોમાં પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે. તમારા હાથ અને ચહેરાની સફાઇની સાથે-સાથે ઇમ્યુનિટીને મજબૂત રાખવી પણ ખૂબ જરૂરી છે. ઘરે જ ઇમ્યુનિટી વધારવા માટે કેટલીક વસ્તુઓ હાજર હોય છે. માત્ર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે.
હળદર જમવાનો સ્વાદ અને રંગ વધારવાની સાથે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત હળદર ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે, તેમાં એિન્ટઓક્સિડન્ટ ગુણો હોવાથી કેન્સર ઊભું કરનારી કોશિકાઓ સામે લડે છે. હળદર સાંધાના દુખાવા અને સોજાને પણ ઘટાડે છે
લસણ ખાવાનો સ્વાદ વધારે છે તેની સાથે આરોગ્ય માટે પણ એટલું જ જરૂરી છે. સંક્રમણનો સામનો કરવા માટે લસણને સૌથી સારી ઔષધિ માનવામાં આવે છે. તે બ્લડપ્રેશરને ઘટાડવાનું કામ કરે છે, સાથે- સાથે ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે, તેમાં સલ્ફર હોય છે, જે રોગો સામે લડવાની તાકાત આપે છે.
દહીંમાં રહેલાં લાઇવ કલ્ચર્સ ગળાની ખરાશને ઠીક કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધારે છે. પ્રોટીનથી ભરપૂર દહીં ગળું ખરાબ થતાં ખાવું જોઇએ, જોકે તેમાં ખાંડ ન નાખવી જોઇએ, નહીં તો ગળું વધારે બગડી શકે છે
વિટામિન-Cથી ભરપૂર પાલકની ભાજીમાં એિન્ટઓક્સિડન્ટ અને બીટા કેરોટિન વધુ માત્રામાં મળી આવે છે. તે ઇમ્યુન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. પકાવેલી પાલક શરીર માટે ખૂબ ફાયદાકારક છે, તેમાં પોષકતત્ત્વો જળવાયેલાં રહે છે. પાલક ઉપરાંત પાંદડાંવાળાં બીજાં શાકભાજી તેમજ લીલાં શાકભાજી શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરે છે.