કોરોના વાયરસનો કહેર આખા દેશમાં છે,અને દેશમાં ઘણી જગ્યા કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવી છે, એવી એક જગ્યા જે કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવી હતી એ છે,રાજસ્થાનનો ભિલવાડા જિલ્લો જે પાછલા મહિને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનનો ભિલવાડા જિલ્લો પાછલા મહિને કોરોના વાયરસના ચેપના હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યો હતો. અહીંની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા પછી તે હોસ્પિટલના ઘણા આરોગ્ય કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ સમય જતાં સરકારે પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લઇ લીધી હતી. આ માટે સરકારે એક વિશેષ એક્શન પ્લાન અમલમાં મુક્યો હતો, નોંધનીય છે કે દેશના કેબિનેટ સચિવે પણ આ કામગીરીની પ્રશંસા કરી હતી.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી અને આખા શહેરને કર્ફ્યુથી સીલ કરી દીધું. 14 એન્ટ્રી પોઇન્ટ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી જેમાં જિલ્લાની સીમા સીલ કરી દેવામાં આવી હતી જેથી કોઈ પણ શહેરની બહાર ન જઇ શકે અને પ્રવેશ કરી શકે નહીં. ભિલવાડામાં કોરોના કેસના આંકડાઓ 27 પર જ અટકાવી દેવાયા હતા. 16 હજાર આરોગ્ય કર્મચારીઓની ટીમને એક સાથે ભિલવાડા મોકલવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓએ ડોર ટુ ડોર સ્ક્રીનીંગ શરૂ કરી દીધું. આ સમય દરમિયાન, લગભગ 18 હજાર લોકોમાં શરદી અને ખાંસીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કરી પ્રશંસા
કોરોના સંક્રમણ પછી દેશમાં પ્રથમ વખત આ પ્રકારની કામગીરી ભિલવાડામાં શરૂ થઇ હતી અને તે ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ભિલવાડામાં સરકારે સમયસર જરૂરી પગલાં લીધાં જે પ્રશંસનીય છે. હવે દેશમાં ભીલવાડા મોડેલને લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભિલવાડામાં લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરતા આ દેશભરમાં આ મોડેલના અમલના સંકેત આપ્યા હતા.
શું હતી ભિલવાડાની સ્થિતિ?
ભિલવાડા રાજસ્થાન રાજ્યમાં સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો હતો જેમાં 26 ચેપગ્રસ્ત દર્દીઓ અને બે દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ 30 માર્ચથી અહીં એક પણ કોવિડ -19 નો કોઈ નવો કેસ નોંધાયો નથી. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4067 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 109 પર પહોંચી ગયો છે. આ રોગચાળથી વિશ્વના 1,225,057 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.