લોકડાઉનના દિવસોમાં લોકો બહાર નીકળી શકતા નથી. તેથી તેમની ફિઝિકલ એક્ટિવિટી બંધ થઇ ગઇ છે. ડાયેટને લઇને પણ કેટલાય પ્રકારની પરેશાનીઓ જોવા મળે છે. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે. સામાન્ય દિવસોમાં એક વ્યક્તિને 1500 કેલરી ડાયેટની જરુર પડે છે. લોકડાઉનમાં 1200થી 1300 કેલરી જ પર્યાપ્ત છે. તમારુ વજન વધુ હોય તો 1000 કેલરીથી પણ કામ ચાલી શકે છે.
આ માટે સવારે સાત વાગે એક કપ ચા અને બે બિસ્કીટ, 9 વાગે એક કપ ખાંડ વગરનું દુધ, એક મિક્સ લોટની રોટલી અને એક કટોરી વેજિટેબલ ફાડા લેવા જોઇએ. લગભગ 11 વાગે એક ફ્રુટ ખાઇ શકાય. લંચમાં એક પ્લેટ સલાડ, બે-ત્રણ રોટલી, બે વાટકી શાક, એક વાટકી દાળ કે દહીં લો. સાંજે પાંચ વાગે એક કપ ચા, બે બિસ્કિટ લો. ડિનર રાતે આઠ વાગે લંચની જેમ લો.
અત્યારે સૌથી વધુ જરુર ઇમ્યુનિટી વધારવાની છે. ઇમ્યુનિટી વધારવા માટે ડાયેટમાં લાલ, પીળા, લીલા શાકભાજી અને ફળો ખાવા જોઇએ. આ ઉપરાંત લીંબુ પાણી કે સંતરાનો જ્યુસ અને ફળ ખાવ. અઠવાડિયામાં કમસે કમ ચાર વખત સોયાબીને જમવામાં સામેલ કરો. તેમાં પ્રોટીન વધુ હોય છે. શક્ય હોય તો રોજ એક લીટર દુધ કે અન્ય મિલ્ક પ્રોડક્ટ લો. ધ્યાન રાખો તેમા શુગર અને સોલ્ટ સામેલ ન હોય. આ સાથે પ્રોટીનવાળો ડાયેટ વધુ લો. તેનાથી ઇમ્યુનિટી વધે છે.
અત્યારે જ્યાં જોઇએ ત્યાં કોરોનાથી બચવા માટે હુંફાળુ પાણી પીવાની સલાહ અપાઇ રહી છે. ઠંડા પાણીમાં અને ઠંડીમાં વાઇરસ કે બેક્ટેરિયા ઝડપથી ઉત્પન્ન થાય છે. જો શરદી કે ખાંસી હોય તો ઠંડુ પાણી પીવાથી તે વધે છે. તેથી ઠંડુ પાણી બિલકુલ ન પીવો.હુંફાળુ પાણી જ પીવુ જોઇએ. ઉકાળો પણ ગરમ જ પીવો જોઇએ. રુમ ટેમ્પરેચર પર પાણી પી શકાય છે. માટલાના પાણીને પણ થોડી વાર બહાર કાઢીને પછી જ પીવો