હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે અને એવામાં ઘણાં લોકોને પેટ સંબંધી તકલીફો આ સીઝનમાં વધી જતી હોય છે. એમાં પણ હાલ લોકડાઉનને કારણે બધાં જ ઘરમાં છે. વધુ ફિઝિકલ એક્ટિવિટી ન થવાને કારણે પણ પેટ સંબંધી સમસ્યા થવા લાગે છે. તો આજે અમે તમને કબજિયાતથી લઈને અપચો, લો ઈમ્યૂનિટી, આંખો માટે એક બેસ્ટ ચૂર્ણ ત્રિફલાના ફાયદા અને તેની સેવન વિધી જણાવીશું. આયુર્વેદમાં ત્રિફલાને વરદાન કહેવાય છે. તેમાં રહેલાં ગુણો અનેક તકલીફોને દૂર કરી દે છે. તો ચાલો જાણી લો.
આ રીતે કરો ત્રિફલાનું સેવન
કોઈપણ ત્રિફલાનું સેવન કરી શકે છે. જો તમને કોઈ રોગ ન હોય તો પણ તમે તેનું સેવન કરી શકો છો. ચરક સંહિતા અનુસાર એક વ્યક્તિ કોઈ બીમારી વિના પણ એક વર્ષથી વધુ સમય સુધી તેનું સેવન કરી શકે છે. અડધી ચમચીથી 5 ગ્રામ સુધીની માત્રામાં ત્રિફલા લઈ શકાય છે. તેને નવશેકા પાણી સાથે અથવા સાદાં પાણી સાથે પણ લઈ શકાય છે.
માથાનો દુખાવો કરે છે દૂર
અત્યારે સ્ટ્રેસને કારણે ઘણાં લોકોને માથામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે ત્રિફલાનું સેવન કરી શકો છો. ત્રિફલા, હળદર, કડવા લીમડાની છાલ અને ગિલોયને પાણીમાં ઉકાળીને પાણી અડધું બચે એટલે ઠંડુ કરી તેમાં સહેજ ગોળ નાખીને તેનું સેવન કરો. એક સપ્તાહ સવાર-સાંજ તેનું સેવન કરો. દુખાવો દૂર થઈ જશે.
ઈમ્યૂનિટી વધારે છે
નિયમિત ત્રિફલાનું સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે અને શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે.
પેટના રોગોમાં
ત્રિફલા એવી 3 વસ્તુઓથી બને છે જે પેટની અંદરથી સફાઈ કરે છે. ત્રિફલાને ગૌમૂત્ર સાથે સેવન કરવાથી આફરો, પેટ દર્દ વગેરેથી પણ છૂટકારો મળે છે.
કબજિયાત
કબજિયાતમાં બેસ્ટ અસર કરે છે. રાતે સૂતા પહેલાં નવસેકા પાણી સાથે અડધી ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈને સૂવાની પેટ સાફ થઈ જાય છે આ સિવાય તમે ઈસબગૂલ સાથે પણ મિક્સ કરીને તેને લઈ શકો છો.
લોહી વધારે છે
એનિમિયાથી પીડિત લોકો માટે ત્રિફલાનું સેવન લાભકારી છે. નિયમિત રીતે તેને ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે અને લોહીની કમી થતી નથી.
એન્ટીઓક્સીડેન્ટ છે ત્રિફલા
ત્રિફલામાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેથી તે વધતી ઉંમરની અસરને રોકે છે. સાથે જ મોટી ઉંમરે પણ યુવાન રાખે છે.
આંખો માટે
આંખોની રોશની વધારવા માટે બેસ્ટ છે. રાતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ત્રિફલા પલાળી સવારે તે પાણીને ગાળીને તેનાથી આંખો ધુઓ. તેનાથી આંખોની સમસ્યા પણ દૂર થશે.