મનુષ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે જરૂરી આહાર લેવાની સાથે એક્સર્સાઇઝ કરવી પણ તેટલી જ આવશ્યક છે. નિયમિતપણે કસરત કરવી એ સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી છે. એક્સર્સાઇઝ કરવાના અનેક ફાયદા છે. મળતી માહિતી અનુસાર, નિયમિત પણે એક્સર્સાઇઝ કરવાથી ડિપ્રેશનનાં જોખમને ઘટાડી શકાય છે. ‘ડિપ્રેશનન એન્ડ ઍંગ્ઝાયટિ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ડિપ્રેશન માટેના જવાબદાર જીન્સ એક્સર્સાઇઝ કરવાથી નાશ પામે છે. આ રિસર્ચમાં જોવા મળ્યું કે, અઠવાડિયામાં 4 કલાક એક્સર્સાઇઝ કરવાથી આગામી 2 વર્ષમાં ડિપ્રેશનન થવાનાં જોખમને 17% ઘટાડી શકાય છે. જેના માટે આ રિસર્ચમાં 8,000 લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં તમામ લોકોની જીવનશૈલી અને સ્વાસ્થ્ય અંગેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી. મહત્વનું છે કે, આ રિસર્ચ અનુસાર, જોગિંગ, અને યોગા સહિતની એક્સર્સાઇઝ કરવાથી ડિપ્રેશનનાં જોખમને ઘટાડી શકાય છે.