જે રીતે લૉકડાઉનને કારણે તમામ ધંધા ઉદ્યોગ બંધ છે અને ફક્ત જીવન જરૂરી ચીજ વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવી છે. શાકભાજી ઉપરાંત કારિયાણાની દુકાનો જે ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
આવા સમયે શાકભાજી વેચતા ફેરિયાને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. જેથી હવે લોકો શાકભાજી ઓછા કરી કઠોળ તરફ વળ્યા છે. પરંતુ કઠોળમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. કઠોળની માંગ વધતા દુકાનોમાં અછત પણ જોવા મળી રહી છે. લૉકડાઉન પહેલા જે કઠોળના ભાવો હતા તેમાં અત્યારે ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
કઠોળના ભાવ પહેલા અત્યારે
- મગ – 90 અને 140
- ચણા દેશી – 60 અને 70
- મઠ – 70 અને 100
- અડદ છડી – 80 અને 130
- મગ ફાડા – 70 અને 130
- મગ છડી – 80 અને 140
લોકોમાં કઠોળની માંગ વધતા ભાવ વધારો જોવા મળ્યો છે. લોકો શાકભાજી ખરીદતા ડરી રહ્યા છે ત્યારે હવે કઠોળ પર વધુ ભાર મૂકી વપરાશ વધાર્યો છે. વેપારીનાં જણાવ્યા મુજબ, ટ્રાન્સપોર્ટ સેવા બંધ હતી તો માલની સાપેક્ષ માંગ વધી હોવાથી કઠોળનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ કોરોનાનાં કેસ શાકભાજી વેચનારાઓમાં આવતા લોકો પણ હવે શાકભાજી લેતા ડરી રહ્યા છે.