કોરોના વાયરસએ એવી બિમારી છે, જેનો ઇલાજ શોધવામાં દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો ઘણી મહેનત કરી રહ્યા છે,એક તરફ દિવસે-દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે,અને તેની સામે મુત્યુઆંક પણ વધી રહ્યો છે,દુનિયાએ ટેકનોલોજી અને વિજ્ઞાનમાં ભલે ગમે તેટલી તરક્કી કરી હોય, પરંતુ કોરોનાની વેક્સિન શોધવામાં હજુ સુધી સફળતા મળી નથી.
21મી સદીમાં થઈ રહેલા અત્યાધુનિક પ્રયત્નોની વચ્ચે પણ વૈજ્ઞાનિકોએ 100 વર્ષ પાછળ જવા મજબૂર થવું પડ્યું છે. એક સદી પાછળ એ માટે કારણ કે કોરોનાથી લડાઈમાં બીસીજી (બેસિલસ કેલમેટ-ગ્યૂરિન)ની રસી એક આશાનું કિરણ બનીને જોવા મળી રહી છે, જેનો સૌથી પહેલા ઉપયોગ 1921માં સત્તાવાર રીતે શરુ કરવામાં આવ્યો હતો.
બીસીજી વધારી શકે છે માણસોમાં ઇમ્યુનિટી
બીસીજી બેક્ટેરિયાથી થનારા રોગ ટીબીનો ઇલાજ કરે છે અને કેટલાક વૈજ્ઞાનિક ટાઇપો-1 ડાઇબેટિક બીમારીમાં આના પ્રભાવને લઇને પણ શોધ કરી રહ્યા છે.
ટીબી અને કોવિડ-19 બંને અલગ પ્રકારનાં રોગ છે. ટીબી બેક્ટેરિયાથી જોડાયેલી બીમારી છે તો કોવિડ 19 વાયરસ સાથે જોડાયેલી. જો કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે બીસીજી માણસોમાં ઇમ્યુનિટી વધારી શકે છે, જેની જરૂરિયાત ક્યારેય દર્દીઓમાં નથી પડી. કહેવામાં આવે છે કે જો દર્દીની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોય તો તે કોરોનાનાં ભરડામાંથી બહાર આવી શકે છે.
મેસાચુસેટ્સ જનરલ હૉસ્પિટલમાં ઇન્યુનોલોજી વિભાગની નિર્દેશક અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલની એસોસિએટ પ્રોફેસર ડૉ. ડિનાઇઝ ફોસ્ટમેન આ તથ્ય પર રોશની નાખે છે. તેમણે જણાવ્યું કે, ‘ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન વેક્સિન મળવા પર લોકોને સકારાત્મક લાભ મળવાનું શરુ થાય છે જેને ટીબી સાથે કોઈ લેવા-દેવા નથી.’ ડિનાઇઝે બીસીજીનાં ટાઇપ-1 ડાયબેટિક પર પ્રભાવને લઇને અભ્યાસ કર્યો છે. અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને નોવેલ કોરોના વાયરસને પહોંચી વળવા માટે કોઈ વેક્સિન ઉપલબ્ધ કરાવી નથી.
બીસીજી પર અનેક દેશોએ ટ્રાયલ શરુ કર્યો
જો કે તેમને આશા છે કે બીસીજી વેક્સિન કોવિડ-19ને પહોંચી વળવામાં કારગર થઈ શકે છે. વંડરબિલ્ટ યૂનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં સંક્રામક બીમારીનાં નિષ્ણાત ડૉક્ટર વિલિયમ શાફનર માને છે કે આ રીત થોડી બિનપારંપારિક છે. તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે આ આઉટ ઑફ ધ બૉક્સ ખ્યાલ છે જેના પર ભરોસો કરવા ઇચ્છશે, પરંતુ આપણે રાહ જોવી પડશે.’ બીસીજી પર અનેક દેશોએ ટ્રાયલ શરુ કરી દીધો છે. આ દેશોમાં ઑસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ છે. અમેરિકામાં આની તૈયારી ચાલું છે.