આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર હવે ખાસ ધ્યાન આપે છે. આ માટે લોકો હેલ્ધી ફ્રુટ્સ તેમજ વેજીટેબલ્સનો આહારમાં સમાવેશ કરે છે. પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે અન્ય ઘણી વસ્તુઓ છે જેની સંભાળ રાખવી જોઈએ. મળતી માહિતી અનુસાર, આજકાલ માર્કેટમાં મળતા તમામ બ્યુટી પ્રોડક્ટ્સ તેમજ સ્કીન કેરના પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનું પ્રમાણ ખુબ વધુ જોવા મળે છે. આથી તેનો વધુ વપરાશ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને મેકઅપ પ્રોડક્ટ્સમાં આ કેમીકલ્સની માત્ર ખુબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં ઘણી લીપ્સ્ટીકમાં લીડ, મોટા ભાગના શેમ્પૂ તેમજ કન્ડીશનરમાં પેરબીન્સ, તથા સલ્ફેટ શામેલ હોય છે. મહત્વનું છે કે, આ કેમિકલ્સનો વધારે માત્રામાં ઉપયોગ કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીના ભોગ બનવું પડે છે. તેમજ રોજબરોજના યુઝમાં વપરાતી સન સ્ક્રીનમાં પણ ઝીંક ઓક્સાઈડ જેવા ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્કીન તેમજ સ્વાસ્થ્ય માટે ઘણું જોખમી સાબિત થઇ શકે છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા પહેલા તેના પર લખેલી તમામ વિગતો વાંચવી તેમજ બની શકે તેટલા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સથી દુર રહેવું , સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.