અત્યારે કોરોનાવાયરસના કારણે આજકાલ લોકો ઘરમાં લોકડાઉન છે ત્યારે અત્યારે ઘર રહીને આજકાલ લોકમાં એગ્રેશન આજકાલ ગુસ્સો દરેક વર્ગ અને ઉંમરના લોકોમાં જોવા મળે છે. આજકાલના લોકોમાં ધીરજ ખુટી જતા ગુસ્સો સાવ સામાન્ય બન્યો છે. ગુસ્સો એક પ્રતિક્રિયાત્મક માનસિક આવેગ છે. કોઇ પણ કામ આપણી પસંદગીનું ન થયું તો ગુસ્સો આવવા લાગે છે. ક્રોધિત વ્યક્તિને આનો બિલકુલ અહેસાસ હોતો નથી કે તે કઇ વાતને લઇને નારાજ થઇ રહ્યો છે. ધ્યાન-યોગથી તેની પર નિયંત્રણ કરી શકાય છે.
જ્યારે ગુસ્સો આવે તો લોકો કહે છે કે જે વાત માટે ગુસ્સો આવ્યો હોય ત્યાંથી ધ્યાન હટાવીને બીજી વસ્તુમાં વ્યસ્ત રહો. કેટલાક લોકોની સલાહ હોય છે કે ઉંધી ગણતરી શરુ કરી દો. કોઇ કહે છે કે દસ મિનિટ માટે એકલા શાંત જગ્યાએ બેસી જાવ.
આ બધી રીતથી તાત્કાલિક લાભ મળે છે, પરંતુ નિયમિત યોગ-ધ્યાન કરવાથી ગુસ્સો જ આવતો નથી. તમે કોઇ પણ નિર્ણય લેતા પહેલા જરુર વિચારશો. તમારા ઇષ્ટ દેવનું ધ્યાન ધરો અને લાંબો શ્વાસ લો. આ ક્રિયા રોજ કરો. પછી થોડો આરામ કરો અને હાથ મોં ધોયા બાદ જ પાણી પીવો.
ગુસ્સો ન આવે તે માટે રોજ 5-7 મિનિટ શશાંકાસન કરો. આ માટે તણાવ અને ચિંતાને પણ એક હદ સુધી ઘટાડી શકાય છે. એટલું જ નહીં શશાંકાસનથી ભય, શોક વગેરે ઘટાડી શકાય છે. આ આસન લિવર ની સક્રિયતાને વધારીને તેને સ્વસ્થ રાખે છે. પાચન સંબંધિત પરેશાનીઓ પણ દુર થાય છે. જેમને કોઇ બિમારી હોય તે પહેલા ડોક્ટરની સલાહ લે.
રોજ 10થી 15 મિનિટ ધ્યાન માટે સમય કાઢો. આ માટે સવારનો સમય બેસ્ટ છે. સવારનો સમય સારો હોય છે. તમે સાંજે પણ આ કામ કરી શકો છો.કપાળની વચ્ચે જ્યાં તિલક લગાવો છો ત્યાં ધ્યાન લગાવો. પુર્ણિમાની જેમ સફેદ રંગના ચંદ્રને અનુભવો અને ઓમનુ ઉચ્ચારણ કરો.