દુનિયામાં કોરોના વાયરસ મહામારીનો કહેર ઓછો થવાનું નામ લઇ રહ્યું નથી. આ મહામારીથી અત્યાર સુધી 46 લાખથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. આ ઉપરાંત દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકામાં મરનારની સંખ્યા 85 હજાર પાર પહોંચી ગઇ છે. એનાથી અત્યાર સુધી 14 લાખ 30 હજારથી વધારે લોકો સંક્રમિ છે. આ વચ્ચે અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો છે.
અમેરિકાની કેલિફોર્નિયાની કંપની સોરેન્ટો થેરેપ્યૂટિક્સે દાવો કર્યો છે કે એને કોરોનાથી લડવા માટે ‘STI-1499’નામની એન્ટીબૉડી તૈયાર કરી છે. કંપનીનું કહેવુ છે કે એમને પેટ્રી જિશ એક્સપેરિમેન્ટથી જાણવા મળ્યું કે STI-1499 એન્ટીબૉડી કોરોના વાયરસને માણસના સેલ્સમાં સંક્રમણ ફેલાવવામાં 100 ટકા રોકવામાં સક્ષમ છે.
કંપનીની યોજના છે કે એન્ટીબૉડીના માધ્યમથી કોરોનાની દવા તૈયાર કરવામાં આવે. કેલિફોર્નિયાની કંપનીએ જણાવ્યું કે તે એક મહિનાની અંદર એન્ટીબૉડીના લગભગ 2 લાખ ડોઢ તૈયાર કરી શકે છે. એની એન્ટીબૉડીની મંજૂરી માટે કંપનીએ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પાસે એપ્લીકેશન પણ આપી છે.
યૂકે પણ આવો દાવો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યૂકેના કોરોના વાયરસના એન્ટીબૉડી ટેસ્ટનું 100 ટકા એક્યૂરેટ કિટ મળી ગઇ છે. યૂકે એ આ એન્ટીબૉડી ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. હવે ત્યાં લૉકડાઉન ખુલવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
આ એન્ટીબૉડી ટેસ્ટ કિચને ગેમ ચેન્જર જણાવવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ કિટને સ્વિસ કંપની રૉશે બનાવી છે. યૂકેએ એને 100 ટકા એક્યૂરેચ માની છે અને એને મંજૂરી આપી દીધી છે.