કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, BRTS,રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા…ત્યારે અમદાવાદમાં જનતાકર્ફ્યુનો લાભ લઈને ખાલી રોડ રસ્તાને સેનેટાઈઝ કરાયા. 16થી વધુ રસ્તાને ફાયરબિગ્રેડ દ્વારા રસ્તા સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 14 કેસ પોઝિટિવ આવતા લોકોમાં કોરોનાનો ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે હાલ આ તંત્ર દ્વારા કોરોનાના સંકટને પહોંચી વળવા ઓફિસો સહિત રોડ રસ્તા પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈને આજે જનતા કરફ્યુ કરાયો છે જ્યારે જનતા કરફ્યુ પર શહેરને ડિસઇન્ફેકટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના કર્મચારી દવાનો છંટકાવ કરી શહેરને ડિસઇન્ફેકટ કરે છે. સાબરમતી, આનંદનગર, શાહપુર, થલતેજ સહિત 16 વિસ્તારોમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના મેયર બિજલબેન પટેલ દ્વારા ટ્વિટ મારફતે વિડિયો શેર કરી માહિતી આપવામાં આવી હતી..
નગરજનો આ મહામારીના સમયમાં સુરક્ષિત રહે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબધ્ધ છે,
માત્ર આપણા સાથ સહકારથી આપણે આ જંગ જીતવામાં જરૂર સફળ થઈશું તેવો મને ચોક્કસ વિશ્વાસ છે.@narendramodi @vijayrupanibjp @AmdavadAMC @vnehra @DrOM_Machra#JanataCurfew #CoronaUpdatesInIndia pic.twitter.com/hVVIliKxJ4
— Bijal Patel 🇮🇳 (@ibijalpatel) March 22, 2020