પેઢામાં સોજો આવવો સામાન્ય સમસ્યા છે. મોંનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે પેઢાની સમસ્યા થાય છે. પેઢામાં સોજો આવવાના અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે, પેઢામાં દર્દ, ધૂમ્રપાન, દાંતની વચ્ચે વધુ જગ્યા હોવી, એલર્જી વગેરે. આ સિવાય બહુ વધારે પ્રમાણમાં ધુમ્રપાન કરવાથી પણ પેઢામાં સમસ્યા થાય છે. તો આજે અમે તમને આ સમસ્યા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશું.
લવિંગ અને તેનું તેલ
લવિંગના તેલમાં ક્રિનોલિન હોય છે. જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. જેથી લવિંગનું તેલ પેઢાનો દુખાવો, સોજો અને પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લવિંગના તેલમાં 2-3 કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પેઢા પર લગાવો. દિવસમાં 2-3વાર આ ઉપાય કરો.
હળદર
હળદરમાં કર્ક્યૂમિન હોય છે. જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે જ તેમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ પણ હોય છે. જેથી તે પેઢાનો સોજો દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે પા ચમચી હળદર લઈ તેને ડાયરેક્ટ પેઢા પર લગાવો અને 2 મિનિટ મસાજ કરો. દિવસમાં બેવાર આવું કરો.
મીઠાવાળું પાણી
દાંત અને મોંની સમસ્યાઓ માટે મીઠાવાળું પાણી સૌથી પ્રભાવી ઉપાય છે. મીઠામાં બેક્ટેરિયા ખતમ કરવાના ગુણ હોય છે. જેથી તે પેઢાનો સોજો અને દુખાવો પણ ઓછો કરે છે. તેના માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરીને આ પાણીથી કોગળા કરવા. દિવસમાં 2-3વાર આવું કરવું.
લીંબુ
લીંબુના રસમાં ભરપૂર વિટામિન સી હોય છે. સાથે જ તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ પણ હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે પેઢાની સમસ્યાઓ દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણી 1 લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી કોગળા કરો. દિવસમાં 2-3વાર આવું કરવું.