કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર પણ આકરા પાણીએ થયું છે. લોકો બીમારી પ્રત્યે સજાગ નથી થતાં તેવામાં તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અમદાવાદ કોર્પોરેશન દ્વારા માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા માટેનો દંડ હવેથી 500 રૂપિયા કરી દેવાયો છે.
નવા નિયમ અનુસાર હવે અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ હવે રુપિયા 200 નહીં પરંતુ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે જાહેરમાં થૂંકવા પર પણ 500 રૂપિયાનો દંડ થશે. પાનના ગલ્લા પાસે જો કોઈ થૂંકશે તો તે પાનના ગલ્લાવાળા પાસેથી કોર્પોરેશન 10,000નો દંડ વસૂલશે.
મહત્વનું છે કે રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતાં અમદાવાદનું તંત્ર સજાગ થયું છે. એક બાજુ સુરતમાં કેસો વધી રહ્યાં છે અને અમદાવાદમાં ઓછાં થઈ રહ્યાં છે ત્યારે તંત્ર ફરીથી અગાઉની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માંગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે.
હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે. જ્યારે બીજી બાજુ જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.
ઉલ્લેખનીય છે કે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર જાહેરાત કરાતી હોવા છતા હજુ પણ કેટલાંક લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. આ મુદ્દે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી. જેના કારણે આ નિર્ણય લેવાયો છે.
તમને જાણીન નવાઈ લાગશે કે માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો દંડ ગુજરાતમાં 200 રૂપિયા લેવાતો હતો. જ્યારે અન્ય રાજ્યોમાં આ દંડની રકમ વધારે છે. સૌથી વધુ તામિલનાડુમાં 10000 રૂપિયા લેવાય છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વેલાવામાં આવે