કોરોના વાઈરસની સારવાર માટે બે દવાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેનું નામ હાઈડ્રોક્સિક્લોરોક્વીન અને એજિથ્રોમાઈસિન છે. આ દવાથી જ ફ્રાન્સ, ચીન, ભારત સહિત મોટાભાગનાં દેશોમાં સારવાર ચાલી રહી છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ભારતમાં આ દવા પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ કારણે જ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ ભારત પાસે તેની માંગ કરી છે. ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દી પર સતત ત્રણ દિવસ સુધી આ બંને દવા દ્વારા સારવાર કરાઈ. નવમા દિવસે જ્યારે તપાસ કરી તો 973 દર્દી સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત થઈ ગયા હતા. એ પણ જાણવા મળ્યું કે આ સારવારથી કોઈપણ રીતે કાર્ડિયાકનું જોખમ થતું નથી અને તેના સેવનથી 98 ટકા સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા.
10 દિવસ સુધી આ દવાથી સારવાર કરાઈ
ફ્રાન્સના માર્સિલેમાં આઈએચયુ મેડીટરીન ઈન્ફેક્શનના જાણીતા સંક્રમણ રોગ વિશેષજ્ઞ પ્રો. દીદીયેર રોલ્ટે કહ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને એજિથ્રોમાઈસિનદવા કોરોના વિરુદ્ધ કારગર છે કે નહીં તે વાતની જાણ કરવાનો અમે અભ્યાસ કર્યો હતો. 3 માર્ચથી 9 એપ્રિલ 2020 સુધી 59,665 નમૂનાની તપાસ પછી અમે 38,617 દર્દીઓની કોવિડ-19ની તપાસ કરીએ છીએ તેમાંથી 3165 દર્દી કોરોના પોઝિટિવ જણાયા. તેમાંથી 1061 દર્દીની અમે અમારા ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર કરી. આ દર્દીની સરેરાશ વય 43.6 વર્ષ હતી અને તેમાંથી 492 પુરુષ હતા. 10 દિવસ સુધી આ દવાથી સારવાર કરાઈ તો જણાયું કે 973 દર્દી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા. કોઈપણ દર્દીમાં કાર્ડિયાર્કનું કોઈપણ પ્રકારનું જોખમ જણાયું નહીં. બચેલા 88 દર્દીમાંથી 47 દર્દીમાં સંક્રમણના લક્ષણ લાંબા સમય સુધી ચાલતા રહ્યા. જ્યારે 10 દર્દીને આઈસીયુમાં રાખવા પડ્યા. આ દરમિયાન આઈસીયુમાં 5 દર્દીના મોત થયા. તેમની વય 74થી 95 વર્ષની હતી. જ્યારે બચેલા દર્દીને સંક્રમણમુક્ત થવા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
દેશમાં પણ આ દવાથી સારવાર પણ કેટલી લેવી તે ડોક્ટર જણાવશે
ભારતમાં પણ હાઈડ્રોક્સિક્લોરોક્વિન-એજિથ્રોમાઈસિનદ્વારા કોરોના વાઈરસની સારવાર થઈ રહી છે. આઈસીએમઆરએ 11 કરોડ હાઈડ્રોક્સિક્લોરોક્વિન અને 25 લાખ એજિથ્રોમાઈસિનટેબલેટ કોરોનાની સારવારમાં વ્યસ્ત ડોક્ટર અને આરોગ્યકર્મીને ઉપલબ્ધ કરાવી છે. આઈસીએમઆરએ સ્પષ્ટ કર્યું છે કે આ દવા હાલમાં એવા દર્દીઓને અપાય છે કે જેઓ આઈસીયુમાં છે અથવા વેન્ટિલેટર પર છે. દવા ક્યારે અને કેટલી આપવી તે નિર્ણય સારવારમાં વ્યસ્ત ડોક્ટરે લેવાનો છે. કોરોના જેવા લક્ષણ ધરાવતા દર્દીને આ દવા અપાતી નથી.