બદામ એક એવું ડ્રાયફ્રૂટ છે જે ફક્ત કોઈ પણ ખોરાકને સ્વાદીસ્ટ બનાવવા માટેજ નહિ પરંતુ ઘણી બીમારિયો થી બચવામાં પણ ખુબજ કારગરસાબિત થાય છે. શિયાળામાં બદામ ખાવાની સલાહ તમને નાનપણથી જ આપવામાં આવતી હશે, પરંતુ શું તમે જાણો છો કે કેમ તમને તમારા સ્વજનો દરરોજ બદામ ખાવાની સલાહ આપે છે. હેરાન થવાની જરૂરત નથી, કેમે કે અમેઅહિયાં તમને એ બધા જ ફાયદા જણાવીશું, જેના લીધે તમે ક્યારેય બદામ ખાવાની સલાહને નાં નહિ કહી શકો.
બદામ તમારી આંખો, વાળ માટે ઉપયોગી નહિ પરંતુ તમારા આખા શરીર માટે જરૂરી હોય છે. બદામ મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર માં વધુ જોવા મળેછે. આ બે પ્રકારની જોવા મળે છે એકમીઠી બદામ અને બીજીકડવી બદામ. મીઠી બદામ મોટાભાગે ખોરાકમાં વાપરવા માટે ઉપયોગમાં લેવાય છે જયારે કડવી બદામનો ઉપયોગ તેલ બનાવવા માટે કરવામાં આવે છે.
બદામ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
બદામ તમારા શરીરમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ વગેરેની ઊણપને દુર કરે છે. બદામ થી તમારી સ્કીન પણ સારી છે. બદામ યાદશકિત વધારવા માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
હૃદયની બીમારિયો પણ થશે દુર
બદામને રોજ ખાવાથી તમે તમારા હૃદયને તંદુરસ્ત રાખી શકો છે. એવું માનવામાં આવે છેકે જે લોકો દરરોજ બદામ ખાય છે તેમણે અન્ય લોકોની તુલનામાં હૃદયની બીમારિયો ઓછી થાય છે. બદામમાં સમાયેલા વિટામીન ઈએન્ટીઓક્સિડેન્ટનું કાર્ય કરે છે.
કફનાં દર્દીઓને આપે રાહત અને વજન પણ થાય ઓછું
બદામમાં ફાયબરની માત્રા વધુ જોવા મળે છે જેના કારણે બદામ ખાવાથી તમને કફથી રાહત મળશે અને તમારું ખાનું પણ ઝડપથી પછી જશે. બદામ તમારા શરીરને તાકાત આપે છે. આમાં વિટામીન બી અને ઝીંક તમારી ગળ્યું ખાવાની ઈચ્છાને પણ ઓછી કરે છે. જેનાથી શરીરમાં ફેટની માત્રામાં વધારો થતો નથી.
બદામ તમારા વાળની સમસ્યાને પણ કરશે દુર
બદામ ખાવાથી વાળની ઘણી બધી બીમારિયો દુર થઇ જાય છે. ડેન્ડ્રફ, વાળ ખરવા અને માથાની ખંજવાળમાં બદામ ખાવાથી ફાયદો મળે છે. બદામમાં ઘણા બધા હેર ફ્રેન્ડલી પોષક તત્વો હોય છે. જેમાં વિટામીન ઈ, વયોટીન, મેન્ગ્નીઝ, કોપર અને ફેટી એસીડ સમાયેલા હોય છે. આ બધી જ વસ્તુ વાળોને લાંબા, જાડા અને તંદુરસ્થ રાખવામાં મદદ કરે છે.