મસાલા પાવ એ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તો છે, જે શેરીના દરેક ખૂણે જોવા મળે છે. આ મસાલેદાર સ્ટ્રીટ ફૂડ મુસાફરીમાં પણ ખાઈ શકાય છે અથવા ચા સાથે આરામથી બેસીને તમારી પસંદગીની લીલા મરચા અને કોથમીરની ચટણી સાથે માણી શકાય છે. જો તમને સાંજની ચા સાથે સ્વાદિષ્ટ નાસ્તો જોઈએ છે, તો આ ઝડપથી બની જતી રેસીપી ચોક્કસ ટ્રાય કરો. તમે આ નાસ્તાને મિત્રો અને પરિવાર સાથે કિટી પાર્ટી અથવા સાંજની પાર્ટી દરમિયાન પણ સર્વ કરી શકો છો. આ રેસીપી જરૂર ટ્રાય કરો. ચોમાસામાં આ વાનગીનો સ્વાદ બમણો થઈ જાય છે.
મસાલા પાવ બનાવવાની રીત
એક પેનમાં 2 ચમચી માખણ ગરમ કરો. આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને બે મિનિટ માટે સાંતળો. હવે તેમાં સમારેલા ટામેટાં અને કેપ્સીકમ ઉમેરો. બધા મસાલા, હળદર, પાવભાજી મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મિશ્રણને 5 મિનિટ સુધી પકાવો. મિશ્રણને હળવા હાથે મેશ કરવા માટે મેશરનો ઉપયોગ કરો. કોથમીરથી ગાર્નિશ કરીને ગેસ બંધ કરો. તવા પર 2 ચમચી માખણ ગરમ કરો. પાવને અડધા ભાગમાં કાપીને ચારે બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. દરેક પાવમાં સ્ટફિંગને સરખી રીતે ભરી લો અને તેમાં શેકેલા સીંગદાણા નાંખો. તમારી પસંદગીની ચટણી સાથે તેનો આનંદ લો.
મસાલા પાવ માટેની સામગ્રી
• 4 નંગ પાવ
• 1 નાનું ટમેટા
• 1 ચમચી પાવ ભાજી મસાલો
• 1/2 ચમચી લાલ મરચું પાવડર
• જરૂર મુજબ મીઠું
• 1/2 ચમચી ધાણા પાવડર
• 1 ચમચી આદુની પેસ્ટ
• 1 નાની ડુંગળી
• 1 નાનું કેપ્સીકમ (લીલું મરચું)
• 1/2 ચમચી હળદર
• 4 ચમચી માખણ
• 2 ચમચી કોથમીર
• 1 ચમચી લસણની પેસ્ટ
• 2 ચમચી શેકેલી મગફળી