ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકને ભાવે. ચોકલેટનો ઉપયોગ કરીને તમે અલગ-અલગ વસ્તુ બનાવી શકો છો. જેમ કે, કેક અને ચોકલેટ બોલ્સ. આજે અમે તમને ચોકલેટ બોલ્સ બનાવવાની રેસિપી શીખવીશું. જેને તમે મહેમાન આવે ત્યારે આપી શકો છો આ સિવાય જમ્યા બાદ સ્વીટમાં ખાઈ શકો છો. બાળકોને પણ તે ખૂબ ભાવશે.
સામગ્રી
- 16 નંગ મોળા બિસ્કિટ
- 8 ચમચી કોકો પાઉડર
- 6 ચમચી ખાંડ પાઉડર
- 2 ચમચી બદામની કતરણ
- 2 ચમચી કાજુની કતરણ
- 2 ચમચી દ્રાક્ષ
- 50 એમએલ હુંફાળું દૂધ
- 1/2 કપ ચોકલેટના ટુકડાં
- 2 ચમચી વર્મીસીલી
બનાવવાની રીત
બિસ્કિટના ટુકડા કરી લો. તેને મિક્સર જારમાં લઈને બારીક ક્રશ કરી લો. ક્રશ કરેલા બિસ્કિટને એક બાઉલમાં કાઢી લો.હવે તેમાં કોકો પાઉડર, ખાંડ પાઉડર, બદામની કતરણ, કાજુની કતરણ અને દ્રાક્ષ ઉમેરીને મિક્સ કરી લો.આ મિશ્રણમાં થોડું-થોડું દૂધ ઉમેરીને ભાખરીની કણક બાંધીએ એવી કણક બાંધી લો.
આ કણકમાંથી મીડિયમ સાઈઝના બોલ્સ બનાવી લો. તેને 5 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો.એક ઝાડા તળીયાવાળા પેનમાં ચોકલેટ લઈને તેને મેલ્ટ કરી લો. હવે ચોકલેટ બોલ્સને તેમાં ડીપ કરીને અને ઉપરથી થોડી વર્મીસીલી લગાવીને ફરીથી 1 કલાક માટે ફ્રિજમાં મૂકી દો. તો લો તૈયાર છે ચોકલેટ બોલ્સ