જયાપાર્વતીનું વ્રત શરૂ થઇ ગયું છે. છોકરીઓ આ વ્રતમાં ફરાળી વાનગી ખાઇ શકે તેને ધ્યાનમાં રાખીને આજે અમે સીંગપાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવામાં એકદમ સરળ છે.
Contents
સામગ્રી:
- પોણોકપ- ખાંડ – 160 ગ્રામ
- શેકેલી સીંગનો ભૂકો – 1 કપ
- ઘી – 1 નાની ચમચી
- પાણી -1/2 કપ જેટલું
બનાવવાની રીત :
એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મૂકો. આ રીતે ચમચી પર ચાસણીનું પાતળું કોટિંગ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં તૈયાર કરેલો સીંગનો ભૂકો ઉમેરો અને મિક્ષ કરી લો. બરાબર મિશ્રિત થઇ જાય એટલે તેમાં ઘી નાંખો આનાથી સીંગપાક પોચો બનશે. ત્યારબાદ ઘી લગાવેલી થાળીમાં તેને પાથરી દો એને સહેજ ઠરે એટલે કાપા પાડી લેવા. તો થઇ ગયો એકદમ ટેસ્ટી સીંગ પાક તૈયાર. ડબ્બામાં ભરીને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. સીંગપાક પોચો હોવાથી નાના બાળકોથી વૃદ્ધ સુધીના તમામ લોકો ખાઇ શકે છે.