ચોખાની રેસીપી તો તમે ખૂબ ખાધી હશે જેવી કે ચોખાના પાપડ ,ચેવડો,ચકરી, પણ શું ક્યારેય તમે ચોખાના લાડું ટ્રાય કર્યા છે? ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો ટેસ્ટ બદલી નાખશે. તો આજે આપણે ચોખાના લાડુંંની રીત જોઈએ.
જરૂરી સામગ્રી :
- ચોખાનો લોટ : 500 ગ્રામ
- ઘી : 100 ગ્રામ
- રવો : 100 ગ્રામ
- ખાંડ : 400 ગ્રામ
- દૂધ : 50 ગ્રામ
- ડ્રાયફ્રુટ : 5 ગ્રામ
- ઈલાયચી પાવડર : 1/2 ટી.સ્પુન
- કેવડા એસેન્સ : 1/4 ટી.સ્પુન
બનાવવાની રીત :
એક કડાઈમાં ઘી નાખીને ચોખાનો લોટ શેકો આછો ગુલાબી થઈ જાય ત્યાંં સુધી શેકો. તેમજ રવો પણ આ જ રીતે શેકી લો.
આ બંનેને થાળીમાં નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમા મેવો, વાટેલી ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
ત્યાર બાદ 2 તારની ચાસણી તૈયાર કરી લો. પછી તેમા તરત કેવડા એસેન્સ અને ચોખા-રવાનુંં મિશ્રણ નાખો.
હાથમાં દૂધ લગાવીને મિશ્રણમાંથી લાડું બનાવી લો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચોખાના લાડું.