તમિલનાડૂના મદુરાઈમાં એક રેસ્ટોરંટ છે ટેમ્પલ સિટી, જે પોતાના માસ્ક આકારના પરાઠા માટે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. આ પરાઠા બનાવવા પાછળ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય લોકોને કોવિડ-19 વિશે જાગૃત કરવાનો છે. એસ, સતીશ ટેમ્પલ સિટીના પરાઠા માસ્ટર છે. જે કહે છે કે, તેમણે ટ્રેડિશનલ વીચ્ચૂ પરાઠાની ડિઝાઈનને સર્જિકલ માસ્કમાં ફેરવ્યુ છે. જેની તસ્વીર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
રેસ્ટોરન્ટના માલિક કે.એલ કુમાર જણાવે છે કે, જ્યારે લોકડાઉન બાદ તેમની રેસ્ટોરન્ટ ખુલી ત્યારે કેટલાય લોકો માસ્ક પહેર્યા વગર આવી રહ્યા હતા. ત્યારે આવા સમયે તેઓ લોકોને ફ્રીમાં માસ્ક આપતા હતા અને લોકોને સમજાવતા હતા.
જ્યારે તેમણે જોયુ કે, કેટલાય લોકો જિલ્લામાં માસ્ક વગર ફરી રહ્યા છે. ત્યારે તેમણે જાગૃતતા ફેલાવવા માટે થઈને માસ્ક આકારના પરાઠા બનાવવાનું શરૂ કર્યું. જેની તસ્વીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આપને જણાવી દઈએ કે, આ સ્પેશ્યલ પરાઠાની કિંમત 50 રૂપિયા છે. બાળકોમાં આ પરાઠાનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. લોકો હોટલમાંથી ઠીક ઓનલાઈન પણ આ પરાઠાનો ખૂબ ઓર્ડર કરી રહ્યા છે.