મહિલાઓ રસોઇ બનાવે ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખતી હોય છે. જો કે ગમે તેટલી રસોઇ માપથી બનાવો તો પણ ઘણી વાર રસોઇ વધારે બની જતી હોય છે. આમ, દાળ એક એવી ડિશ છે જે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ છે. મોટાભાગના લોકોના ઘરમાં દાળ દરરોજ બનતી હોય છે. પરંતુ આ દાળ ઘણી વાર વધારે બની જતી હોય છે જેને આપણે ફેંકી દેતા હોય છે. જો તમારા ઘરે પણ હવે દાળ વધે છે તો એને ફેંકી દેતા નહિં પરંતુ આ દાળમાંથી તમે સ્વાદિષ્ટ પરાઠા બનાવી શકો છો. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો વધેલી દાળમાંથી પરાઠા…
સામગ્રી
2 કપ બચેલી દાળ
બે લીલા મરચા
બે કપ લોટ
એક નાનો ટુકડો આદુનો
સ્વાદાનુંસાર મીઠુ
3 મોટી ચમચી ઘી
કોથમીર
બનાવવાની રીત
• વધેલી દાળમાંથી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ દાળને ગરમ કરી લો.
• પછી આ દાળમાં છીણેલું આદુ અને ઝીણા સમારેલા મરચા એડ કરો.
• પછી દાળ ઠંડી થાય એટલે એમાં કોથમીર એડ કરો.
• કોથમીર નાંખીને દાળને બરાબર હલાવો અને પછી એમાં મીઠુ નાંખો.
• હવે એક વાસણ લો અને એમાં ઘઉંનો લોટ લો.
• આ લોટમાં વધેલી દાળ નાંખો અને પછી લોટ બાંધી લો.
• લોટ તમારે પરાઠા જેવો બાંધવાનો રહેશે.
• હવે આ લોટમાંથી ગુલ્લા તૈયાર કરો અને પછી એક-એક કરીને પરાઠા વણો.
• જો તમારી પાસે લોટ બાંધ્યા પછી દાળ વધી છે તો તમે ગુલ્લામાંથી પરાઠા વણો અને એમાં વચ્ચે ભરી લો.
• હવે પરાઠા વણો.
• પછી એક નોનસ્ટીક તવી મુકો અને એને ગરમ થવા દો.
• તવી ગરમ થઇ જાય એટલે પરાઠા નાંખો અને સાઇડમાં થોડુ ઘી નાંખો.
• બ્રાઉન રંગના પરાઠા થાય એટલે એને એક પ્લેટમાં લઇ લો.
• તો તૈયાર છે વધેલી દાળના સ્વાદિષ્ટ પરાઠા.