સવાર હોય કે સાંજ કંઇક ચટપટું ખાવાનું મન કરે તો ટ્રાય કરો ચટપટા મસાલેદાર કોર્ન રોલ્સ. તેમને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. ચોમાસાના નાસ્તામાં ઝડપથી તૈયાર કરી શકાય તેવી રેસીપી જરૂર ટ્રાય કરો-
કોર્ન રોલ્સ બનાવવા માટેની સામગ્રી
3 તાજી મકાઈ, 10 બ્રેડ સ્લાઈસ, 1/4 વાટકી લીલુ નારિયેળ (છીણેલું), 2 લીલા મરચાં બારીક સમારેલા, 1 ડુંગળી બારીક સમારેલી, 1 ટામેટા બારીક સમારેલ, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા બારીક સમારેલા.
કોર્ન રોલ્સ બનાવવાની રીત
સૌપ્રથમ તાજા મકાઈના દાણા કાઢીને તેને બાફી લો અને તેને હળવા હાથે પીસી લો. તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, મીઠું, ગરમ મસાલો, છીણેલું નારિયેળ અને બીજી બધી સામગ્રી ઉમેરો. હવે બ્રેડ સ્લાઈસની કિનારી કાઢીને તેને પાણીમાં બોળીને દબાવો, તેના પર તૈયાર મસાલો ફેલાવો અને રોલ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેને ડીપ ફ્રાય કરો. તૈયાર છે ગરમા ગરમ અને ચટપટા કોર્ન રોલ્સ.