જો તમે ગુજરાતી છો તો સ્વાભાવિક છે ઘરમાં દાળ-ભાત તો બનતા જ હશે. પરંતુ આમાંથી ક્યારેક તો ભાત વધતા જ હોય છે. આમાંથી સામાન્ય રીતે ઘણા લોકો વઘારેલા ભાત બનાવતા હોય છે. પણ તમે ક્યારેં વિચાર્યું છેકે આમાંથી આપડે વધેલા ભાતના ચીઝ બોલ પણ બનાવી શકીએ છીએ. બપોરે આ વાનગી બનાવી ને તમે બાળકો ને ખુશ કરી શકશો. આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે. તો ચાલો જાણીએ ચીઝ બોલ બનાવવાની રીત.
સામગ્રી:-
- 2 કપ રાંધેલો ભાત,
- 1/૨ કપ ફણગાવેલા મગ
- 1-4 કપ સમારેલી ડુંગળી
- 2 ચમચી ચણાનો લોટ
- 1 ચમચો ચોખાનો લોટ
- 1 ચમચી ભાજીપાવ મસાલો
- મીઠું અને મરચું સ્વાદાનુસાર
- 2 ચમચા સમારેલી કોથમીર
- ચીઝના નાના કટકા
- બ્રેડનો ભૂકો અથવા ટોસ્ટનો ભૂકો,
- તેલ તળવા માટે
રીત:-
- સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં ભાત, ફણગાવેલા કઠોળ, કોથમીર, ડુંગળી, મીઠું, મરચું, બન્ને લોટ અને ભાજીપાવનો મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરો
- હવે આ મિશ્રણના લીબું આકારના નાનાં ગોળા બનાવો. હથેળીમાં આ બોલ્સને લઇને વચ્ચે નાનું ખાડા જેવું કરીને ચીઝનો કટકો મુકો અને ગોળો વાળી દો. બોલ જેવો આકાર બનાવો
- હવે આવી રીતે બોલ બનાવી લીધા બાદ બધા બોલને કોનફલેક્સના ભુકામાં રગદોળી નાખો
- મધ્યમ ગરમ તેલમાં જ્યાં સુધી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા
- આ ચીઝ બોલને ચટણી અને સોસ સાથે સર્વ કરો
નોંધ:- ધ્યાન રહે કે ભાત બહુ પાણી વાળા કે બહુ કડક ના હોવા જોઈએ. તેમજ ચીઝ બોલ અંદરથી કાચા ન રહે તે રીતે ધીમા તાપે તળવા