અત્યારે લોકડાઉનમાં બધા ઘરે જ છે ત્યારે નવી-નવી વસ્તુઓ ખાવાની ખૂબ ઇચ્છો થતી હોય છે પરંતુ આપણે બહાર જઇ શકતા નથી તેની ઘરે બનાવવી પડે છે,અને હવે ઉનાળાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સીઝનમાં ઠંડી વસ્તુઓ ખાવી વધુ ગમતી હોય છે. એમાં પણ બજારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક શેક, આઈસક્રીમ, કોલ્ડ કોકો તો હાલ મળી નહીં શકે.
જેથી આજે અમે તમને ઘરે જ કોલ્ડ કોકો બનાવતા શીખવાડીળશું. આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પછી તમે ફ્રીજમાં ચિલ્ડ કરીને કોલ્ડ કોકો પી શકો છો. આ માત્ર 5 સામગ્રીમાં જ બની જશે. જો એકવાર તમે ઘરમાં બનાવશો તો બજારના કોલ્ડ કોકોને ભૂલી જશો, તેની ગેરંટી. તો ચાલો બનાવી લો.
સામગ્રી
- 1 લિટલ દૂધ
- 3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર
- 4 ચમચી કોકો પાઉડર
- 10-12 ચમચી ખાંડ
- થોડાં બદામ-કાજુ કતરેલાં
રીત
સૌથી પહેલાં એક તપેલીમાં દૂધ કાઢી તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો અને વચ્ચે હલાવતા રહો. હવે એક બાઉલમાં અડધો કપ દૂધ લઈને તેમાં 3 ચમચી વેનિલા કસ્ટર્ડ પાઉડર અને 4 ચમચી કોકો પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે દૂધને જોઈશું. દૂધ ઉકળી રહ્યું હોય ત્યારે ગેસ સ્લો રાખીને 10-12 ચમચી ખાંડ નાખીને હલાવો. પછી તેમાં તૈયાર કોકો પાઉડરનું મિક્ચર એડ કરીશું. આ થોડું થોડું એડ કરીને સતત હલાવતા રહેવું. પછી 4 મિનિટ સુધી દૂધ ઉકળા દઈએ. હવે દૂધને ઠંડો કરીને ફ્રીજમાં 1 કલાક મૂકી દો. પછી તેને સર્વ કરતી વખતે તેમાં ડ્રાય ફ્રુટ્સ અને કેટબરીના થોડાં ટુકડા નાખી દો. બસ તૈયાર છે ઠંડો ઠંડો કોલ્ડ કોકો.