જ્યારે લસણની સીઝન હોય ત્યારે લસણ ઘણું જ સસ્તું મળે છે પરંતુ જ્યારે તેની સીઝન નથી હોતી ત્યારે તે ઘણું જ મોંઘું પણ મળે છે. જેથી જ્યારે તે સસ્તું મળે ત્યારે તેને તમે બે રીતથી સ્ટોર કરી શકો છો. જેમાંથી એક છે લસણની પેસ્ટ, જેને તમે 1 મહિનાથી વધારે સ્ટોર કરી શકતા નથી અને બીજી રીત છે લસણને સૂકવીનો તેનો ડ્રાય પાઉડર સ્ટોર કરવો. આજે અમે તમને ગાર્લિકનો બજારમાં મળતો મોંઘો પાઉડર ઘરે જ એકદમ સરળતાથી બનાવવાની રેસિપી જણાવીશું. તો ચાલો જાણી લો.
સામગ્રી
1 કપ લસણની કળીઓ ( વધારે પણ લઇ શકો છો)
રીત
સૌથી પહેલાં લસણને છોલીને એક કપડાંથી લૂછીને તેને પાતળું પાતળું કાપી લો. પછી તેને પ્લેટમાં પાથરી અથવા તો સાફ કપડાં પણ મૂકીને તડકામાં 2 દિવસ મૂકો. જેથી તે સૂકાઈ જશે. પછી તેને મિક્સરની જારમાં લઈને તેને પીસીને તેનું પાઉડર બનાવી લો. તૈયાર છે લસણનો પાઉડર. આ ઘરે એકદમ ફ્રેશ અને પ્રિઝર્વેટિવ વિનાનો પાઉડર તૈયાર થઈ જાય છે. માર્કેટમાં મળતો પાઉડર ઘરે જ સરળતાથી બનાવી શકો છો અને અનેક રેસિપીમાં તેનો ઉપયોગ કરી શકો છો. તમે આ પાઉડર 6થી 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકો છો.