આજના સમયમાં લોકો ફાસ્ટફૂડ તરફ વળ્યા છે. મતા ભાગના લોકો દિવસના એક ટાઈમ તો ફાસ્ટફૂડ ખાક છે. ત્યારે રોજિંદૂ જીવન હોય ક પછી ઉપવાસ લોકો ફ્રેંચફ્રાઈને વધુ પસંદ કરે છે. ફ્રેંચફ્રાઈ બાળકોથી લઈને વડીલો સુધી સમાન રીતે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્રેન્ચ ફ્રાઈસની શોધ ક્યાં થઈ હશે? કોણે આ વાનગી બનાવી હશે? ત્યારે રસપ્રદ વાત એ પણ છે કે આના પર એક નહીં પરંતુ 3-3 દેશો પોતાનો અધિકાર દાવો કરે છે.
જે રીતે ભારતમાં રસગુલ્લા માટે બે રાજ્યો લાંબા સમય સુધી લડ્યા હતા, તેવી જ રીતે વિશ્વના 3 દેશો ફ્રેન્ચ ફ્રાય પર પોતાનો હક જમાવવાનો સતત દાવો કરી રહ્યા છે. ફ્રાન્સ, અમેરિકા અને બેલ્જિયમ – ત્રણેય દેશોનું કહેવું છે કે બટાકાની આ વાનગી સૌપ્રથમ તેમના દેશમાં બનાવવામાં આવી હતી.
આ અંગે ફ્રાન્સના પ્રોફેસર પિયર લેક્લેર કહે છે કે બેલ્જિયમનો આ દાવો વિશ્વાસપાત્ર નથી કારણ કે 1630 દરમિયાન નામુરમાં બટાકાનું ઉત્પાદન થયું ન હતું. ફ્રેન્ચ લોકો દાવો કરે છે કે પ્રથમ ફ્રેન્ચ ફ્રાઈસ 1780 માં પેરિસમાં પલ પોન્ટ ન્યુફ નજીકના ફૂડ કોર્નર પર બનાવવામાં આવી હતી. બટાટા ફ્રાન્સમાં સામાન્ય ખોરાક તરીકે પ્રખ્યાત હતા, તેથી આ વાનગી પણ લોકપ્રિય બની.
ત્યારે બેલ્જિયન લેખક આલ્બર્ટ વર્ડિયન, કેરેમેન્ટ ફ્રાઈટ્સ પુસ્તકમાં ફ્રેન્ચ ફ્રાયનો ઉલ્લેખ કરે છે અને લખ્યું છે કે તે સૌપ્રથમ બેલ્જિયમના નામુર પ્રદેશમાં બનાવવામાં આવ્યું હતું. ત્યાંના લોકોને કાપેલી માછલી ખાવાનું પસંદ હતું. જ્યારે 1680ના દાયકામાં ભારે ઠંડીને કારણે તળાવો થીજી ગયા અને તેઓ માછલી મેળવી શક્યા નહીં. પેટ ભરવા માટે તેણે બટાકાને કાપીને એક વિકલ્પ તરીકે તળ્યા અને આ રીતે ફ્રેન્ચ ફ્રાય શરૂ થઈ. આ ઘટના દક્ષિણ બેલ્જિયમની છે અને ત્યાં લોકો ફ્રેન્ચ બોલતા હતા, તેથી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આવેલા અમેરિકન સૈનિકો તેને ફ્રેન્ચ ફ્રાય કહેવા લાગ્યા.