કોરોના વાયરસના કારણે અત્યારે આખા દેશમાં લોકડાઉનની સ્થતિ થઇ છે,ત્યારે બાળકોથી લઇ મોટા સુધી દરેક લોકો અત્યારે ઘરે જ છે, આવા માહોલમાં નવી-નવી વાનગી બનાવી તમારા પરિવાર-જનોને ખવડાવો.
લોકડાઉનના કારાણે આપણે બહારથી કેક લાવી શક્તા નથી તો એમા ચિંતા કરવાની કોઇ જરૂર નથી ફક્ત ત્રણ જ વસ્તુઓનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી કેક બનાવી શકાય છે.
- કેક બનાવવા માટે જઇશે
- 2 પેકેટ ઓરિઓ બિસ્કિટ
- 1 કપ દૂધ
- 1 ટી સ્પૂન સોડા
- કલરફુલ ચોકલેટ( ગાર્નિશિંગ માટે)
- ઓરિઓ બિસ્કિટ (ગાર્નિશિંગ માટે)
- કેક બનાવવાની રીત
- સૌપ્રથમ 2 ઓરિઓ બિસ્કિટના પેકેટના બિસ્કિટ લઇ મીક્ક્ષરમાં બરાબર ક્રશ કરી લેવો.
- ( ઓરિઓની સાથે બીજા ચોકલેટી બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકો છો,
- પછી બિસ્કિટના ભૂક્કામાં 1 કપ દૂધ ઉમેરો અને પણ તેમા 1 ટી સ્પૂન સોડા ઉમેરો પછી બરાબર મીક્શ કરી લો.
- પછી આ મીક્શરને એક ગ્રીસ કરેલા કેક મોલ્ડમાં ઉમેરી તેને ફી હીટ કરેલા કૂકરમાં 15 મિનિટ માટે બેક કરવા મૂકો.
- પછી તેના પણ કલરફૂલ ચોકલેટ અને ઓરિઓ બિસ્કિટથી ગાર્નિશ કરો.
- તો ત્યારે એકદમ ટેસ્ટી એવી ઓરિઓ કેક