ઉનાળો આવે અટલે તરત જ બધાને કેરી યાદ આવે! કેરીના રસથી લઈને વિવિધ વાનગીઓ ખાતા હોય છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જો તમે કેરી ખાવાના શોખિન છો , તો આ ખરેખર તમારા માટે કામની વાત છે. સ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો. તો ચાલો આવો જાણીએ આ આઇસ્ક્રીમ બનાવવાની સરળ રેસિપી.
આઈસક્રીમ બનાવવાની પ્રક્રિયા
- સૌથી પહેલા 4 કેરીને સુધારીને તેનો છૂંદો કરીને એક વાડકામાં લઇ લો.
- હવે તેને દબાવી દબાવીને ચાળી લો.
- હવે તૈયાર પલ્પમાં ખાંડ એડ કરીને સાઈડમાં લઇ લો.
- હવે એક મોટા બાઉલમાં દૂધ લો.
- લગભગ 15 મિનિટ સુધી દૂધને ઉકાળતા રહો.
- હવે દૂધમાં મિલ્કમેડ એડ કરો.
- હવે સારી રીતે તેને મીક્સ કરી લો.
- હવે તેને ઠંડુ થવા રાખી દો.
- ઠંડુ થયા બાદ હવે તેમાં કેરીનો છૂંદો લઇ લો અને લગભગ 10-15 મિનિટ સુધી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો.
- હવે આ મિશ્રણને આઈસક્રીમ મોલ્ડ્સમાં કે પછી વાડકામાં લઈને ફ્રીઝરમાં રાખી દો.
- પછી ઠંડો થયા બાદ સરળતાથી આઇસ્ક્રીમ મોલ્ડમાંથી બહાર આવી જશે.
- અને હવે ઠંડા ઠંડા આઇસ્ક્રીમનો આનંદ લો.