અત્યારે વિવિધ પ્રકારનાં માસાલા ભરવાની સિઝન છે. મોટેભાગે આપણે બહારથી જ બધા મસાલાનાં પેકેટ લઇ આવતા હોઇએ છીએ. ગરમ મસાલામાં પણ આપણે એવું જ કરતા હોઇએ છીએ. પરંતુ આજે આપણે જોઇશું કે ઘરે જ આ મસાલો કઇ રીતે બનાવાય.
સામગ્રી
1/2 કપ – જીરૂ
1/2 કપ – ઇલાયચી
1/4 કપ – કાળામરી
1/4 કપ – ધાણા3 ચમચી – વરિયાળી
10 નંગ – તજ
1/4 નંગ – તજના પાન
1 ચમચી – જાયફળ પાઉડર
1/2 ચમચી સૂંઠ પાઉડર
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં સૂંઠ પાઉડર સિવાય દરેક સૂકા મસાલા મધ્યમ આંચ પર થોડીક વાર શેકી લો. તેને સતત હલાવતા રહો. હવે આંચ બંધ કરીને 5 મિનિટ રહેવા દો. તે બાદ આ મસાલાને મિક્સરમાં ઉમેરી તેને બારીક પાઉડરની જેમ પીસી લો. હવે પાઉડરને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા સૂંઠનો પાઉડર ઉમેરો. હવે આ મિશ્રણને એક બારીક ગળણીથી બરાબર ચારી લો. તૈયાર છે પંજાબી ગરમ મસાલો. આ પાઉડરને તમે એર ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી દો. તમે ગરમ મસાલાને દરેક શાકમાં ઉમેરી શકો છો. તમારા શાકનો સ્વાદ બમણો થઇ જશે.