ખાસ કરીને ઘણા લોકો ઘરે જાત-જાતનું ભોજન બનાવતા હોય છે. જેનો સ્વાદ અદ્બૂત હોય છે. પરંતુ આ સ્વાદ પાછળનું કારણ ઘણી વખત ગરમ મસાલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરે કેવી રીતે મસાલો બનાવી શકાય. તો આજે અમે તમારા માટે રજવાડી ગરમ મસાલો કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.
Contents
સામગ્રી
- 25 ગ્રામ -ધાણા
- 25ગ્રામ – જીરૂ
- 10 ગ્રામ -તજ
- 10 ગ્રામ – લવિંગ
- 10 ગ્રામ -મરી
- 10 ગ્રામ -ઇલાયચી
- 10 ગ્રામ -એલચા
- 5 ગ્રામ- જાવંત્રી
- 2 નંગ-જાયફળ
- 5-6 નંગ- બાદીયા
- 20 ગ્રામ- સૂકા લાલ મરચાં
- 1 ચમચી- મેથી
- 1 ચમચી- રાઇ
- 1 ચમચી-વરિયાળી
- થોડાક – મીઠા લીમડાના પાન
બનાવવાની રીત
સૌ પ્રથમ રજવાડી ગરમ મસાલો બનાવવા માટે એક મોટો બાઉલ લો. તેમા ઉપર આપેલા દરકે સૂકા મસાલા ઉમરો. આ દરેક સામગ્રીને બરાબર મિક્સ કરી લો. હવે તેને એક કઢાઇમાં વારાફરતી શેકી લો. તે બાદ એક મિક્સર લો અને તેમા પીસી લો. તેને બરાબર બારીક ન થાય ત્યાં સુધી પીસી લો હવે આ મસાલાને બાઉલમાં નીકાળી લો. તૈયાર છે ઘરે બનાવેલો રજવાડી ગરમ મસાલો.. જેને તમે સ્ટોર કરી શકો છો.