જ્યારે તમારું પેટ સંપૂર્ણ રીતે સાફ ન થાય એટલે કે આપ શૌચાલય ગયા છતાં પણ આપ ને પેટમાં ભારે લાગતું હોય તો ત્યારે સમજવું કે આપનું પેટ ખરાબ છે, અને આવા ખરાબ સમયે આપે આટલી વસ્તુ તો ન જ ખાવી જોઈએ. અને જો આપ આ વસ્તુઓને આહાર માં લેશો તો આપની તબિયત વધુ ખરાબ થવાની સંભાવના છે, ત્યારે હું તમેને જણાવીશ કે કઈ વસ્તુ થી દૂર રહેવું જોઈએ.
1.
દૂધની કોઈપણ ચીજવસ્તુઓ પેટને પચાવવામાં વાર લાગતી હોય છે, અને જ્યારે આપનું પેટ ખરાબ હોય ત્યારે દૂધથી બનેલી ચીજવસ્તુ આપે ન ખાવી જોઈએ. અને જો તમે આવામાં આનું સેવન કરો છો તો કબજીયાત થવાની શક્યતા રહે છે.
2.
પેટ ખરાબ હોય ત્યારે તળેલી કે તીખી વસ્તુઓ ન આરોગવી કારણ કે જો આપ આવી વસ્તુ ખાશો તો આપ વધુ મુશ્કેલીમાં પડી જશો.
3.
ફ્રોજન ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ તમારા પેટને વધુ ખરાબ કરી શકે છે.
4.
સામાન્ય રીતે કેળા તમામ લોકોનું મનપસંદ ફળ છે. પરંતુ જ્યારે આપનું પેટ ખરાબ હોય ત્યારે કાચા કેળા ન ખાવા જોઈએ.
5.
બિસ્કીટ અને કુકીજ માં મેદા ની માત્ર વધુ હોય છે, જે આ સમય દરમ્યાન તમને વધુ નુકશાન કરી શકે છે.