લોકડાઉનના સમયમાં જે સ્ટ્રીટફૂટ લોકો સૌથી વધુ મીસ કરે છે એે છે,પાણીપુરી પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડી ખરેખર લોકો ઘરે તો બનાવે છે પરંતુ તેનો મસાલો ઘરે બનાવે છે પરંતુ પકોડી બહારથી લાવે છે તો આજે અમે તમને ઘરે જ ફુલેલી પકોડી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી છે અને ઝડપથી બની જાય છે.
આવો સીખી લઇએ પાણીપૂરીની પૂરી બનાવવાની સરળ રેસિપી
પાણીપુરી લગભગ બધાને જ પ્રિય હોય છે. પરંતુ બહારની પાણીપુરી હેલ્થ માટે હાનિકારક હોવાથી હવે વધુને વધુ લોકો ઘરે પાણીપુરી બનાવતા થયા છે. તેમાંય પુરીના લોટ બનતા હોય તે જગ્યા પણ ખાસ ચોખ્ખી નથી હોતી. આવામાં તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી.
પાણીપુરીની પુરી બનાવવા માટે તમે સોજી-મેંદો, ઘઉંનો લોટ અને સૂજી અથવા તો માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે આ પુરી બનાવવા માટે ઝીણો રવો જ પસંદ કરવો. મોટા રવાથી સારી પુરી નથી બનતી.
સોજીનો લોટ બાંધતી વખતે પાણીનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો. 1 કપ રવો હોય તો માત્ર 4 મોટી ચમચી જ પાણી લો. પાણીની વધુ જરૂર પડે તો તમે ઉપરથી પાણી છાંટી શકો છો. લોટ ન તો બહુ કડક હોવો જોઈએ તો સોફ્ટ.
નાના લૂઆ પાડીને પાણી પુરીની સાઈઝની નાની નાની પૂરીઓ વણીને તેને તળી લેવી. પૂરી બહુ પતલી વણવાના બદલે સહેજ જાડી રાખવી જેથી તેને ફૂલવાનો અવકાશ રહે. પૂરી વણવા અટામણનો ઉપયોગ બિલકુલ ન કરવો. જો ચોંટતી હોય તો લૂઆ પર હલકુ તેલ લગાવી દેવુ જેથી તે ચોંટે નહિ. અથવા તો તમે મોટો રોટલો વણીને વાટકીથી પણ નાની પૂરીઓ પાડી શકો છો.તળતી વખતે ગેસ ધીમો રાખવો. આમ કરવાથી પુરી કડક બનશે.