સવારે ચા પીવાની ટેવ ધરાવતા મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે તેમને ચા પીધા વિના ચાલતું નથી અને ચા પીવાથી તેમને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો, તો દૂધવાળી ચાની જગ્ચાએ હર્બલ ટી લઇ શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તે હર્બલ ટી વિશે જેનો સમાવેશ તમે તમારા રુટીનમાં કરી શકો છો. ચાલો જાણીએ અમે કઇ હર્બલ ટી વિશે વાત કરી રહ્યા છે.
ગ્રીન ટી
હર્બલ ટી દેસી વસ્તુઓથી તૈયાર થાય છે. ગ્રીન ટીની વાત કરીએ તો તેને પ્રોસેસ કરવામાં આવતી નથી અને તે ચાના છોડના ઉપરના કાચા પાનમાંથી બને છે. આ એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે. ગ્રીન ટી (green tea)માં ટેસ્ટ માટે તુલસી, અશ્વગંધા, ઇલાયચી, તજ જેવી વસ્તુઓ મિક્સ કરી શકાય છે.
હર્બલ ટીના લાભ
દૂઘમાંથી બનતી ચાનો સ્વાદ તો હોય છે પરંતુ સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પણ પહોંચાાડે છે. હર્બલ ટી એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. હર્બલ ચા શરીમાં એસિડિટી અને ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
જીંજર-હની લેમન ટી
આધુ, મધ અને લીંબુના મિશ્રણથી પણ એક ચા બને છે. પેટમાં સોજો હોય અથવા પેટ સંબંધિત કોઇ સમસ્યા હોય તો તમે આ ચા લઇ શકો છો. ધ્યાન રાખો કે આ ચામાં દીધુ નાંખશો નહીં.
કેમોમાઇલ ટી
કેમોમાાઇલ એક ફૂલ છે. આ ચા પીવાથી સ્ટ્રેસ પણ ઘટે છે અને આને રૂટિનમાં સમાવવાથી તે ગેસ અને કબજીયાત જેવી સમસ્યાઓ સામે પણ રાહત આપે છે.
પિપરમિંટ ટી
જો તમે ગેસની સમસ્યાનો સાામનો કરી રહ્યા છો તો પિપરમિંટ ટી (peppermint tea) લઇ શકો છો. આ તમને ગેસની સમસ્યાથી રાહત આપી શકે છે. પિપરમિંટથી બનેલી હર્બલ ટી ગેસની સમસ્યાથી છૂટકારો આપવાની સાથે બીજા ઘણા લાભ પહોંચાડે છે.