બટર અને ચીઝ બંને ચીજ વસ્તુઓને દૂધ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાંક લોકો આ વાતને લઇને મૂંઝવણ અનુભવે છે કે તેમાંથી આરોગ્ય માટે વઘુ અસરકારક શું છે. નિષ્ણાંતો મુજબ, ચીઝમાં બટરથી વધુ પ્રોટીન હોય છે. તો બટર ખાવુ તમારા આરોગ્ય માટે ફાયદાકારક રહેશે. કારણકે તેમાં તંદુરસ્ત ફેટ્સની માત્રા હોય છે. ઘણાં લોકો વજન ઘટાડવા માટે આ બંને ચીજ વસ્તુઓનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરી નાખે છે અને આ દરમ્યાન ડેરી પ્રોડક્ટ્સ પણ લેતા નથી. નિષ્ણાંતો મુજબ, ડેરી પ્રોડક્ટ્સને ડાયટમાં સામેલ કરવાથી તમને ફાયદો થશે. ઘણાં અભ્યાસમાં આ સામે આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે ડેરી પ્રોડક્ટનું સેવન કરે છે, તેનુ વજન ઓછુ હોય છે. બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવામાં મદદ મળે છે અને આ સાથે સ્ટ્રોક અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓનું સંકટ ઓછુ થાય છે.
ચીઝમાં પ્રોટીનની વધુ માત્રા
બટરમાં રહેલા હેલ્ધી ફેટ હાડકાઓને મજબૂત રાખે છે અને તમારી આંખોની રોશનીને પણ ઈમ્પ્રુવ કરે છે. પરંતુ કારણકે ચીઝમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેથી ચીજને વધારે હેલ્ધી માનવામાં આવે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રીશનમાં છપાયેલા એક અભ્યાસ મુજબ, જેણે 6 અઠવાડિયાના સમયાંતરે દરરોજ ચીજનું સેવન કર્યુ. તેમને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ મળી.
બટરથી પણ વધુ ફાયદાકારક
ન્યુટ્રિશનિસ્ટ માને છે કે ચીઝ, બટરથી વધુ ફાયદાકારક છે. બટરમાં પૂરતા પ્રમાણમાં ફેટ હોય છે, જ્યારે ચીઝમાં પ્રોટીનની સાથે કેલ્શિયમની માત્રા પણ હોય છે. ચીઝના કેટલાંક પ્રકાર એવા હોય છે. જેમાં પેકેજ્ડ પનીરથી પણ વધુ પ્રોટીન હોય છે. પરંતુ પનીરમાં મીઠુ હોતુ નથી. જ્યારે ચીઝમાં મીઠુ હોય છે.