વરસાદે તેની ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે તો વરસાદમાં તમે ગરમા ગરમ ભજીયા બનાવતા હશો તેમજ મકાઇ પણ ખાત હશો તો આજે અમે તમારા માટે મકાઇના દાણાના ભજીયા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ. વરસાદ આવતો હોય અને ગરમા ગરમ મકાઇના દાણાના ભજીયા ખાવા મળી જાય તો મજા પડી જાય. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.
સામગ્રી
મકાઇના દાણા – 500 ગ્રામ
કાળામરીનો ભૂકો -1/2 કાળામરીનો પાવડર
ચીલીસોસ -1 ચમચી
કેપ્સિકમ -50 ગ્રામ
ચણાનો લોટ – 1 કપ
મીઠું – સ્વાદઅનુસાર
મરચું – 1 ચમચી
તરવા માટે તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ મકાઇના દાણાને કાઢીને બાફી લો. હવે મકાઇના દાણા, મીઠું, કાળામરીનો ભૂકો, સોયાસોસ, ચિલીસોસ અને કેપ્સિકમ ઉમેરી લો. હવે ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરી લો.
હવે મકાઇના દાણાનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમા ભજીયા તરવા મૂકો. ભજીયા આછા બ્રાઉન રંગના થાય એટલે તેને નીકાળી લો. તેને તમે કેચણપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.