કોવિડ-19ના કહેરે જિંદગીની રફ્તાર ધીમી કરી દીધી છે. સરકાર દ્વારા ઓનલાઇન શોપિંગ શરુ કરાતા લોકોને થોડી રાહત થઇ છે, પરંતુ દિલ્હીમાં એક ડિલીવરી બોયને કોરોના થવાના સમાચારે બધાને ચિંતિત કરી દીધા છે. જો તમે પણ ઓનલાઇન શોપિંગના માધ્યમથી કરિયાણું, દવા અને કંઇ બીજો સામાન મંગાવવાનુ વિચારતા હો તો થોડી સાવધાનીઓ રાખવી જરુરી છે.
કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર જેવી સર્વિસ પ્રોવાઇડ કરનારા લોકોના મોટા સ્તરે ટેસ્ટ કરવાનુ શરુ કરાયું છે. એક ચેનની જેમ કોરોના સંક્રમણને ફેલાતા બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, પર્સનલ હાઇજીન, વારંવાર હાથ ધોવા પર જોર અપાય છે. છતાં તમારે સતર્ક રહેવુ જરુરીછે. ફળ કે શાકભાજી કે જરુરી સામાન ખરીદતી વખતે થોડા સાવધાન રહેવાની જરુર છે.
કોરોના વાઇરસથી બચવા માટે એક ઝનૂનની જેમ વારંવાર હેન્ડવોશ કે સાબુથી હાથ ધુઓ. કોઇ પણ વસ્તુને અડો કે કોઇ પણ કામ કરો તો વારંવાર હાથ જરુર ધુઓ. જો ઘરેથી બહાર સામાન લેવા જવુ જરુરી હોય તો બહાર જતા પહેલા માસ્ક જરુર પહેરો.
શક્ય હોય તો આખી બાંયના કપડા પહેરો. ફુલ લેન્થના ટ્રાઉઝર પહેરો. પોકેટમાં હેન્ડ સેનેટાઇઝર જરુર રાખો. ઘરની બહાર જતાં પહેલા અને ઘરમાં આવતા પહેલા હાથ સેનેટાઇઝ જરુર કરો. બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન રાખો
કારમાં જઇ રહ્યા હો તો બે થી વધુ માણસો ન જાવ. જો બે જણને જવુ પડે એમ હોય તો એક ગાડી ચલાવે અને એક પાછળની સીટ પર બેસે. બજારમાં વ્યક્તિથી કમસે કમ 3 મીટરનું અંતર જાળવો.
કોશિશ કરો કે દુકાન કે સ્ટોરના દરવાજા કે કુંડીને સીધો હાથ ન લગાવો. ગ્લવ્ઝનો ઉપયોગ કરો. જે સામાન ખરીદવો હોય તેને જ ઉઠાવો. ટાઇમ પાસ ન કરો.
ઓનલાઇન શોપિંગનો સામાન મંગાવી રહ્યા હો તો ડિલીવરી બાદ ચાર કલાક સામાન ઘરની બહાર જ રાખો ત્યારબાદ તેને સેનેટાઇઝ કરીને કે પાણીથી ધોઇને જ ઉપયોગમાં લો.
ખાદ્ય પદાર્થોના પેકેટને પણ બહારથી લાવીને સાફ કરો. લેમિનેટેડ હાર્ડ બોક્સને હુંફાળા પાણીથી ધોઇને સરળતાથી સાફ કરી શકાય છે.