વરસાદની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ ઋતુમાં અનેક પ્રકારના વાયરલ સંક્રમણનો ખતરો રહે છે જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો આપણું શરીર આ વાયરલ સંક્રમણથી લડવામાં સક્ષમ થઇ જશે. કોરોનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે. તો આજે અમે તમારા માટે એક એવું ડ્રિંક લઇને આવ્યા છીએ જેની મદદથી તમે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકશો.
Contents
સામગ્રી
- 4 નંગ ખારેક
- 4 નંગ પાણીમાં પલાળેલી બદામ
- 1 ગ્લાસ દૂધ
બનાવવાની રીત
સૌ પ્રથમ પલાળેલી બદામ અને ખારેકને ગ્રાઇન્ટરમાં ઉમેરીને બારીક પીસી લો. ગ્રાઇન્ડર ચાલું કરતા પહેલા તેમા દૂધ ઉમેરી લો. તેને ત્રણ મિનિટ સુધી ગ્રાઇન્ડરમાં પીસો. ત્રણ મિનિટમાં બદામ અને ખારેક બારીક થઇ જશે. હવે તેને દૂધ વાળા ગ્લાસમાં નીકાળી લો. તમારું ડ્રિંક તૈયાર છે. જેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.