આજકાલ કોઈ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ, કપલ્સમાં મેચિંગ કપડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો ઘણા લોકો તો મેચિંગ કલરની સાથે-સાથે પ્રિન્ટ્સ પણ મેચિંગ કરી રહ્યા છે. જેમાં ટીવીના ફેમસ કપલ્સ પણ બાકાત નથી રહ્યા. રણબીર અને આલિયાના લગ્નમાં કરીના અને સૈફ અલી ખાને પિંક કલરના આઉટિફટ પસંદ કર્યા હતા. તો ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તેમના લગ્નમાં બાંધણીના આઉટફિટ પસંદ કર્યા હતા. જો તમે પણ કપડાં મિક્સ-મેચ કરીને પહેરવાનું પસંદ કરો છો તો, કલર મેચિંગ, બાંધણી અને લહેરિયા પ્રિન્ટની પસંદગી કરી શકો છો.
ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ તેના લગ્નમાં બંધેજ લહેંગા સ્ટાઈલની પસંદગી કરી હતી. જ્યારે પતિ નીલ ભટ્ટે ઐશ્વર્યાના લહેંગા સાથે મેચ થતી પાઘડી પહેરી હતી. કપલ્સ આ રીતે પણ તેમના લગ્નમાં વેડિંગ આઉટફિટ પહેરી શકે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં કરીના કપૂર અને સૈફ અલી ખાને સરખા કલરના કપડા પહેર્યા હતા. જ્યારે કરીનાએ એમ્બ્રોઇડરી વર્કવાળી ગુલાબી સાડી પહેરી હતી, ત્યારે સૈફે આછા ગુલાબી કુર્તા સાથે સફેદ જેકેટ પહેર્યું હતું. તે જ સમયે છોટે નવાબ એટલે કે તૈમૂર પણ ગુલાબી કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો.
લહેરિયા પ્રિન્ટની સાડી, ડ્રેસ અને ચણિયાચોળી આવે છે. રાજસ્થાનમાં લહેરિયા પ્રિન્ટને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે શિલ્પા શેટ્ટીએ બ્લેક લહેરિયા સાડી સ્ટાઇલ પહેરી છે, સારા અલી ખાને લહેરિયાના ચોલી પહેર્યા છે અને ઉર્વશી રૌતેલાએ લહેરિયા પ્રિન્ટનું સ્કર્ટ પહેર્યું છે. પુરુષો કુર્તા સાથે લહેરિયાની પાઘડી સ્ટાઇલ કરી શકે છે.
ફંકી લુક માટે પુરુષો કોટન બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટ ફેબ્રિકના શર્ટ બનાવી શકે છે. જો તમને એથનિક લુક પસંદ હોય તો આ શર્ટને ધોતી પેન્ટ અથવા હેરમ સ્ટાઈલ સાથે પણ પહેરી શકો છો મહિલાઓ તેને બુટિકમાંથી શ્રગ બનાવી શકે છે. તહેવારોની સિઝન માટે કુર્તી સાથે આ શ્રગને સ્ટાઇલ કરો. ફંકી લુક માટે જીન્સ અને ટેન્ક ટોપ સાથે આ શ્રગ પહેરી શકો છો.
જો તમે વધુ પડતી બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટને લુકમાં સામેલ કરવા માંગતા ન હોય, તો નાના સ્ટોલને હેડબેન્ડ તરીકે સ્ટાઇલ કરી શકો છો. જ્યારે પુરુષો બાંધણી અને લહેરિયા પ્રિન્ટની ધોતી પહેરી શકે છે. તે તમારા સિમ્પલ લુકને સ્ટાઇલિશ બનાવશે.