પ્રદૂષણ, ટોક્સિક વાતાવરણ, અનહેલ્ધી આહાર, ઝડપથી બદલાતી જીવનશૈલી અને કેમિકલ બેસ્ડ પ્રોડક્ટના કારણે આપણા વાળને ઘણું નુકસાન થાય છે. જેના કારણે તે બેજાન અને ડ્રાય થવા લાગે છે. સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે 25 થી 30 વર્ષના યુવાનોના માથા પર પણ સફેદ વાળ દેખાવા લાગે છે. સફેદ વાળના કારણે તેમને સંકોચ અને લો કોન્ફિડન્સ થાય છે. એવામાં સફેદ વાળને કાળા કરવાનો ઉપાય તમારા કિચનમાં જ મળી રહે છે.
રાઈના દાણાથી વાળ કાળા કરો
સફેદ વાળને ફરીથી કાળા કરવા માટે તમે સરસવના બીજ એટલે કે રાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આના દ્વારા વાળને મૂળમાંથી પોષણ મળશે. સાથે જ તેનાથી વાળ ખરવા, વાળ ડેમેજ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે.
વાળના સ્વાસ્થ્ય માટે સરસવના દાણા ચમત્કાર કરી શકે છે. સરસવના દાણામાં વિટામિન-એ હોય છે જેના દ્વારા સ્કેલ્પના પોષણ અને હેર રિજેનરેશન અને કોલાજેનને બૂસ્ટ કરવામાં મદદ મળે છે.
તેલનો ઉપયોગ કરો
સરસવના દાણામાંથી કાઢેલું તેલ વાળના સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરે છે. સૌપ્રથમ તેલ ગરમ કરો અને પછી વાળ અને માથાની ચામડી પર મસાજ કરો. તેનાથી મૂળમાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે.- હેર માસ્ક તૈયાર કરો
સૌ પ્રથમ સરસવના દાણાને પીસીને તેનો પાવડર તૈયાર કરો. હવે એક સ્વચ્છ વાસણ લો અને તેમાં એક ચમચી સરસવનો પાવડર અને એક ઈંડું મિક્સ કરો. હવે તેમાં નાળિયેર અને એરંડાનું તેલ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો અને તેને વાળમાં મૂળ સુધી લગાવો. છેલ્લે શેમ્પૂ અને સ્વચ્છ પાણીથી માથું ધોઈ લો.